પોરબંદર: કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે પોરબંદરથી કુલ 56 સ્વોબના રિપોર્ટ જામનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા.
આ રિપોર્ટમાં 8 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખડભળાટ મચી જવા પામ્યો હતો. તમામ 8 દર્દીઓ સુરક્ષા એજન્સીના હોવાનું સરકારી હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું.
તમામ કર્મીઓને જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ તમામ સુરક્ષા જવાનો તાજેતરમાં મુંબઈથી પોરબંદર આવ્યા હતા અને જ્યારે અન્ય રાજ્યના હોવાથી ગુજરાત રાજ્ય અને પોરબંદર જિલ્લામાં તેઓની ગણતરી પોઝિટિવ આંકડામાં કરવામાં નહી આવે તેમ ભાવસિંહજી સરકારી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું.
આ અગાઉ પણ એક મુંબઈથી પોરબંદર આવેલા કોસ્ટગાર્ડના જવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને જામનગર હોસ્પિટલમાં ખસેડાયો હતો.