ETV Bharat / state

પોરબંદરમાં રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અમદાવાદના સ્પર્ધકનું મોત - રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અમદાવાદના સ્પર્ધકનું મોત

પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ (Sri Ram Swimming Club) દ્વારા યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધા (National ocean swimming competition ) નું સમાપન શોકભર્યું બની રહ્યું હતું. રવિવારે યોજાયેલી આ સ્પર્ધા ( Swimming competition in Porbandar ) માં અમદાવાદના સિનિયર સિટીઝન સ્પર્ધકનું મોત (Contestant dies by heart attack )નીજપ્યું હતું.

પોરબંદરમાં રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં અમદાવાદના સ્પર્ધકનું મોત

author img

By

Published : Jan 9, 2023, 6:56 PM IST

પોરબંદર પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય તરણસ્પર્ધા સમાપન 8 જાન્યુઆરીના રોજ થયું હતું છે. આ સ્પર્ધામાં ભારતભરમાંથી ગુજરાત તથા અલગ અલગ રાજ્ય સહિતના 594 તરવૈયાઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. આ સ્પર્ધાના સમાપનમાં શોકજનક બનાવ બની ગયો હતો. જેમાં અમદાવાદના પ્યારેલાલ જાખડીયા નામના સિનિયર સિટીઝન સ્પર્ધકનું મોત (Contestant dies by heart attack )નીજપ્યું હતું.

આ પણ વાંચો પોરબંદરમા આજથી બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ

એટેક આવતાં મોત સ્પર્ધામાં મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ ખાતે રહેતા સિનિયર સિટીઝન પ્યારેલાલ વસંતલાલ જખોડીયા નામના 72 વર્ષની ઉંમર સિનિયર સિટીઝન સ્પર્ધકે સમુદ્રમાં જમ્પ લાવ્યો હતો ત્યારે એકાએક સમુદ્રની વચ્ચે તરતા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવી જતા તેઓ પાણી પી ગયા હતાં.

તાત્કાલિક રેસ્ક્યૂ હાથ ધરાયુ હતું હોવા બાબતની જાણ થતા રેસ્ક્યુ ટીમે તેમને તાત્કાલિક દરિયામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે તેઓને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી હતી. જે બાદ સીનીયર સીટીઝન ક્યારે લાલ વસંતલાલ જખોડીયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં તેમને તપાસ્યાં બાદ તબીબોએ તેમને મૃત ( Contestant dies by heart attack ) જાહેર કર્યા હતાં. આ બનાવના પગલે તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શ્રી રામ સી સ્વિમિંગ કલબના પ્રમુખ દિનેશ પરમારે આ બાબતને લઈ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો પોરબંદરમાં જોવા મળશે દેશભરના તરવૈયાઓનો જમાવડો, 7 અને 8મીએ થશે રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા

સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા પોરબંદરમાં દર વર્ષે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજાય છે. મહત્ત્વની વાત કરીએ તો આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા મળેલી છે. આ કોમ્પિટિશનમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીથી આવેલી ફેડરેશનની ટીમ દ્વારા પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ નિર્ણય કરવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી હતી. તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં પણ પૂરી તૈયારી રાખવામાં આવી હતી. જેઓની કામગીરી પણ આ વખતે જોવા મળી હતી.

સી સ્વિમિંગ કોમ્પિટિશન સમુદ્રમાં તરણ પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્સ્ટસની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા. 7 અને 8 જાન્યુઆરીના રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં આજે રવિવારે આ સ્પર્ધા સંપન્ન થઈ હતી. ભારતભરમાંથી તરવૈયાઓ સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાયા હતાં. રવિવારે 1કિમી અને 5 કિમીની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સુરતના સ્પર્ધકોનો દબદબો જોવા મળ્યો હતો. આ સ્પર્ધા દરમ્યાન રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. ઉત્સાહભેર તરવૈયાઓએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.

આ પણ વાંચોઃ પોરબંદરમાં બ્રહ્માકુમારીના શિવાનીદીદીનું પ્રવચન યોજાયું, મોટી સંખ્યામાં રહ્યા લોકો ઉપસ્થિત

વિજેતાઓને ઇનામોની વણજાર પોરબંદરમાં યોજાયેલ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં (National ocean swimming competition) પાંચ કિલોમીટર એક કિલોમીટર જેમ અલગ અલગ કેટેગરી વાઇસ સ્પર્ધા યોજાઈ હતી અને મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધેલ સ્પર્ધકોમાં 543 વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.