- પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્રારા બંધારણ દિવસની ઉજવણી
- કલેક્ટર કચેરીના સભાખંડમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ
- બંધારણના આમુખનું સમૂહ પઠન કરવામાં આવ્યું
- તમામ સરકારી કચેરીઓમાં પણ કરવામાં આવી ઉજવણી
પોરબંદરઃ આજે 26 નવેમ્બેર દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે. પોરબંદરમાં પણ આજે આ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. પોરબંદર કલેક્ચર કચેરીના સભાખંડમાં બંધારણના આમુખનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ પણ ઉજવણીમાં જોડાયા
દરેક જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. પોરબંદરના કલેકટર ડી. એન. મોદીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બંધારણના આમુખનુ સમુહ પઠન કરવામાં આવ્યુ હતું, જેમા અધિક કલેકટર રાજેશ તન્ના, નાયબ કલેકટર કે. વી. બાટી, વિવેક ટાંક તેમ જ મામલતદાર અને અધિકારીઓ સહભાગી થયા હતા. આ ઉપરાંત જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ બંધારણ આમુખનુ સમૂહ પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકોને પણ શુભકામના પાઠવવામાં આવી હતી.