- ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાણાવાવમાં મામલતદાર કચેરી સામે કોંગ્રેસના ધરણા
- વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહિત ખેડૂતનેતા ઉપસ્થિત
- મુખ્યપ્રધાન કિસાન સહાય યોજનામાં અમલ કરી ખેડૂતને એક લાખ સુધીની સહાય ચૂકવવાની માગ
પોરબંદરઃ રાણાવાવમાં મામલદાર કચેરી સામે ખેડૂતોને સહાય ચૂકવવા માટે કોંગ્રેસના નેતઓએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તારીખ 10 ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષની ખરીફ ઋતુ માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના રદ કરીએ છીએ અને તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન યોજના લાગુ કરવામાં આવે છે. ત્યારે 10 ઓગસ્ટ સુધીમાં ખેડૂતો પ્રધાનમંત્રી પાક વીમા યોજના નિયમો મુજબ પાક વીમા પ્રીમિયમ બેન્કોમાં જમા કરાવી દીધો હતો. ત્યારબાદ અચાનક જ પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોની સંમતિ લીધા વગર એકપક્ષીય નિર્ણય લઇ રદ કરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ લગાવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ ઘરના કાર્યક્રમ માં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, અને માંગરોળ ના ધારાસભ્ય બાબુ ભાઈ વાજા ,ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા ,ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા તથા પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ મોઢવાડીયા સહિતના નેતાઓએ ખેડૂતોની માગ ન સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.