ETV Bharat / state

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - અર્જુન મોઢવાડીયા

કોરોનાના કેસો રોજે રોજ વધી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોરોનાનો રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવવા વિનંતી કરી હતી.

તાત્કાલિક સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Apr 14, 2021, 10:47 PM IST

  • તાત્કાલિક સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ
  • સોશિયલ મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની માહિતી પોસ્ટ કરી
  • છેલ્લા ત્રણ દિવસોમાં અર્જુનભાઈને મળેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી

પોરબંદર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા કોરોના ગ્રસ્ત બન્યા છે. આ માહિતી તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી અને તેઓને મળેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: અંબાજીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

પોઝિટિવ આવતા તેને તાત્કાલિક સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેમને તાત્કાલિક સારવાર માટે હાલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ જલ્દીથી સાજા થઇ જાય તેવા મેસેજો ફોલોવર્સ દ્વારા મળી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસોમાં અર્જુનભાઈને મળેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી

આ પણ વાંચો: ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, સી.આર.પાટીલની ધરપકડ કરવામાં આવે: અર્જુન મોઢવાડીયા

  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, તેમણે ગેરકાયદેસર રીતે ઇન્જેક્શન મેળવી કાયદાનો ભંગ કર્યો છે. આથી આ માટે સી.આર પાટીલને ભાજપના પ્રમુખ પદેથી હટાવી તેમની ધરપકડ કરવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.