ETV Bharat / state

પોરબંદરમાં હોમ ક્વોરોન્ટાઇન દર્દીઓને ઓક્સિજન જથ્થો આપવા કોંગ્રેસની માગ - The amount of oxygen

પોરબંદરમાં કોંગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પૂરો પાડવા અંગે સરકારને રજૂઆત કરી હતી અને જિલ્લામાં દવાની અછત અંગે પણ ધ્યાન દોર્યું હતું.

corona
પોરબંદરમાં હોમ ક્વોરોન્ટાઇન દર્દીઓને ઓક્સિજન જથ્થો આપવા કોંગ્રેસની માંગ
author img

By

Published : Apr 29, 2021, 10:28 AM IST

  • પોરબંદરમાં રામદેવ મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી
  • એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સ્પલાય અંગે કરી રજૂઆત
  • જિલ્લામાં દવાની પણ અછત

પોરબંદર: કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં રાજ્ય સરકારની સૂચનાથી એમ્બ્યુલન્સને ઓક્સિજનનો પૂરવઠો આપવાની ઓક્સિજન સપ્લાયની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી દર્દીઓને ઓક્સિજન વાળા એમ્બ્યુલન્સના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે આ બાબતે જિલ્લા કલેક્ટરવે એમ્બ્યુલન્સને તાત્કાલિક ધોરણે ઓક્સિજન પુરવઠો ઉપલબ્ધ કરવા રજૂઆત કરી હતી.

પોરબંદરમાં હોમ ક્વોરોન્ટાઇન દર્દીઓને ઓક્સિજન જથ્થો આપવા કોંગ્રેસની માંગ

પુરવઠામાં કાપ

પોરબંદરમાં રાજ્ય સરકારે ઓક્સિજનના પુરવઠામાં પચાસ ટકાનો કાપ મૂકયો છે જેને કારણે હોમ ક્વોરોન્ટાઈનમાં સારવાર લેતા દર્દીઓનેને ઓક્સિજન મળતો નથી તે તમામ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે તેવી સ્થિતિનું સર્જન કર્યું છે. ભાવસિંહજી હોસ્પિટલ અને અન્ય ખાનગી દવાખાનામાં ઓક્સિજન બેડ ખાલી ન હોય તેથી જાતે ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલરની વ્યવસ્થા કરીને દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા હતા પરંતુ આ તમામ દર્દીઓને ઓક્સિજન પુરવઠામાં કાપ મૂકતા દર્દીઓ મોતના ધકેલાયા છે.

આ પણ વાંચો : દર્દીઓનાં ટપોટપ મોત અંગે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરાઈ

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ઇન્જેક્શનો જથ્થો ખલાસ

કોરોના દર્દીઓ જિંદગી બચાવવા માટે મહત્વના એવા રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો ભાવસિંહજી હોસ્પિટલમાં ખલાસ થઈ ગયો છે, તેમ જણાવતા રામદેવ મોઢવાડીયાએ રાજ્ય સરકાર પર નિશાન ટાંક્યુ હતું ને પોરબંદરમાં ઇન્જેક્શનની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ મોતના મુખમાં ધકેલાય છે . આ ઉપરાંત ફેવીપીરાવીર અને ફેબીફ્લુ દવાની પોરબંદરમાં ખુબજ તંગી ઉભી થઈ છે. તે પણ તાત્કાલિક રાજ્ય સરકાર પોરબંદર માં ઉપલબ્ધ કરાવવા માં આવે તેવી માંગ કરી હતી .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.