- પોરબંદર છાયા નગરપાલિકામાં બાંધકામોની મંજૂરી રદ કરવા કોંગ્રેસે કરી માગ
- ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિયમો વિરુદ્ધ મંજૂરી અપાઇ હોય તેવો કોંગ્રેસે કર્યો આક્ષેપ
- બાંધકામ શાખા દ્વારા પણ ગોટાળા થતા હોવાનો આક્ષેપ
પોરબંદરઃ છાયા નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટીમાં G.D.C.R ના નિયમ વિરુદ્ધ થયેલા ઠરાવ સામે મનાઈ હુકમ આપી કરાવો રદ કરવા કોંગ્રેસના સદસ્યો દ્વારા જણાવવામા આવ્યું હતુ. જો મંજૂરીના કાગળો ઇસ્યુ કરવામાં ન આવે તેવો હુકમ કરવા કલેક્ટરને નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોએ રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ ગ્યાસપુર સ્મશાનમાં ફરતે વાળ કરવાના કામને રદ કરતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો
બાંધકામ શાખામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
પોરબંદર છાયા નગરપાલિકા સંચાલન માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવે છે. તે મુજબ જનરલ બોર્ડમાં રચાયેલા કમિટીએ નગરપાલિકા અધિનિયમ અને કાયદાની જોગવાઇઓ મુજબ શહેરના વિકાસ માટે કામ કરવાનું હોય છે. તાજેતરમાં પોરબંદર અને સંયુક્ત નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી પરંતુ આ મીટિંગમાં ઘણા પ્રકરણો નિયમ વિરુદ્ધના હોય તેમ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ચેરમેનની વહીવટી મંજૂરી આપી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરતા પોરબંદર છાયા નગર પાલિકાના વિરોધ પક્ષના સદસ્ય ફારૂકભાઇ સૂર્યાએ તમામ પ્રકરણમાં તપાસ કરી તેને કાયદેસર પોતાની ચકાસી ટાઉન પ્લાનિંગના નિયમ વિરુદ્ધ મંજૂર કરેલા તમામ મંજૂરીઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તથા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનની સહી વાળી મંજૂરી પત્રો ઇસ્યુ કરવામાં ન આવે તેવો હુકમ કરવા કલેકટરને રજૂઆત કરાઇ હતી આ રજૂઆત દરમિયાન પોરબંદર છાયા નગરપાલિકામાં વિરોધ પક્ષના સદસ્ય ફારૂકભાઇ સુર્યા, ભાનુબેન જુંગી, જીવનભાઈ જુંગી ,વિજુબેન પરમાર, ભીખાભાઇ ઢાકેચા, રસીદા બેન જોખિયા, ભરતભાઇ ઓડેદરાએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી.