પોરબંદર: પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ કલબ (Sri Ram C Swimming Club) દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર હાફ કોસ્ટલ મેરેથોનનું આયોજન (Porbandar Coastal Half Marathon) કરાયું હતું. 2 વર્ષના કોરોના કાળ બાદ આ હાફ મેરેથોનનું આ આયોજન કરાતા અનેક દોડવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં લોકોએ મતદાન જાગૃતિ અંગેના શપથ પણ લીધા હતા. હરિયાણા બિહાર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોના દોડવીરોએ ભાગ લીધો. મહાનુભાવોના હસ્તે વિજેતાઓને સર્ટિફિકેટ સિલ્ડ મેડલ અને ઇનામ વિતરણ કરાયા.
1500 સ્પર્ધકો: શ્રી રામ સી સ્વિમિંગ કલબના પ્રમુખ દિનેશ પરમારે જણાવ્યું હતું કે, આ હાફ મેરેથોનમાં 2 ,5 ,10 અને 21 કિમિની કોસ્ટલ હાફ મેરેથોનમાં 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ચોપાટીથી નાના ફુવારાથી કમલાબાગ ત્યાંથી ભનુંની ખાંભી થી લઈ ઓડદર સુધી અને ત્યાંથી રિટર્ન મોટા ફુવારેથી કનકાઈ મંદિરથી ચોપાટીથી ફરી મેદાનમાં અલગ અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા હતાં. પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ અને ભાગલેનાને સર્ટિફિકેટ તથા મેડલ આપવામાં આવ્યું હતું.
ફિટ રહેવાનો સંદેશ: 10 કિમિમાં વિજેતા થયેલ આદિત્ય સિંહે જણાવ્યું હતું કે, અનેક મેરેથોનમાં ભાગ લઈ ચુક્યા છે અને પોરબંદર શ્રી રામ સી સ્વિમિંગ કલબનું વ્યવસ્થાપન સારું હતું અને લોકોને દોડતા રહેવાનો અને ફિટ રહેવાનો સંદેશો આપ્યો હતો. આ ઇવેન્ટમાં લોકોએ મતદાન જાગૃતિ અંગેના શપથ પણ લીધા હતા.