- તાવ, સરદી, ઉધરસ જેવા કોરોનાને લગતા લક્ષણો જણાય તો ભાવસિંહજી હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ કરાવવો : ડો.જનાર્દન જોષી
પોરબંદરઃ સિવિલ સર્જન ડો.પરમારે જણાવ્યુ કે, RTPCR ટેસ્ટમાં જે પોઝિટિવ આવે એ જ ફાઇનલ પોઝીટીવ એવી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છે. જો કોઇ જગ્યાએ સિટી સ્કેનમાં શંકાસ્પદ ચિત્ર આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવુ પડે છે. ફક્ત સિટી સ્કેનને ધ્યાનમાં રાખીને કોઇ કેસ પોઝિટીવ કે નેગેટીવ છે તેવુ કંઇ શકાય નહી. RTPCR ટેસ્ટમાં જ ખ્યાલ આવે છે કે કોઇપણ પોઝિટીવ કે નેગેટીવ છે. ડો.પરમારે વધુમાં જણાવ્યુ કે, કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાને એકટિવ કેસોને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે.
IMA(ઇન્ડિયન મેડિકલ એશોસિએશન)ના ઉપપ્રમુખ અને પોરબંદર જિલ્લા કોવિડ કમિટિના સભ્ય ડો.જનાર્દન જોષીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ RTPCR ટેસ્ટ દ્રારા ખ્યાલ આવે કે કોઇને કોરોના પોઝીટીવ કે નેગેટીવ છે. જો કોઇ વ્યક્તિને તાવ, સરદી, ઉધરસ જેવા કોરોનાને લગતા લક્ષણો જણાય તો ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કૉરોનાને લગતો RTPCR ટેસ્ટ કરાવવો જોઈએ.Body:.Conclusion: