- છેલ્લા એક વર્ષથી થઈ હતી ચીફ ઓફિસર તરીકે નિમણુંક
- અચાનક રાજીનામું આપતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
- અંગત કારણોસર આ રાજીનામું આપ્યું
પોરબંદર: દેશભરમાં કોરોના કહેર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ કહેર વર્તાવી છે. આવા સમયમાં અધિકારીઓની ખાસ જરૂર હોય છે. તેવામાં પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલ એકાએક રાજીનામું આપી દેતા શહેરભરમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો: કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું
અંગત કારણોથી રાજીનામું આપ્યાનું ચીફ ઓફિસરે જણાવ્યું
છેલ્લા એક વર્ષથી પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હેમંત પટેલે જણાવ્યું હતું કે, તેઓએ પોતાના અંગત કારણોસર આ રાજીનામું આપ્યું છે. ચીફ ઓફિસરે પાલિકાના કર્મચારીઓ સાથે તાલમેલ કરીને પાલિકાનો વહીવટ સારી રીતે ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક રાજીનામું આપતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તેમનું રાજીનામું સ્વીકારાયું ન હોય તે પણ વાત બહાર આવી છે.
આ પણ વાંચો: પોરબંદરમાં સર્વત્ર ભગવો: કોંગ્રેસના સુપડા સાફ થતાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું રાજીનામું