પોરબંદરઃ મોટાભાગની કેરી પોરબંદર જિલ્લા નજીકના હનુમાનગઢ અને ખંભાળા ગામની કેરીઓ હોય છે અને બોમ્બેથી પણ પોરબંદર કેરી આવી રહી છે. ત્યારે આ કેરી કાર્બનથી પકાવવામાં આવે છે, કે કેમ આ અંગે ફુડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બગડેલી કેરીનો સો કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, એક પણ ગોડાઉનમાં કાર્બન મળી આવ્યું ન હતું. લોકોના આરોગ્યની તકેદારી માટે આ ચેકિંગ હાથ ધર્યું હોવાનું ફૂડ અધિકારી વિજયભાઈ ઠક્કરારે જણાવ્યું હતું.
પોરબંદરમાં કેરીના ગોડાઉનમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ - કેરીના ગોડાઉનમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ
એક તરફ કોરોના વાઈરસની મહામારી વકરી રહી છે, ત્યારે કેરીની સીઝન પણ ચાલુ થઈ ગઈ છે અને પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં મોટી માત્રામાં કેરીનો જથ્થો આવી રહ્યો છે. તે અંગે આજે પોરબંદર ફુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
પોરબંદરમાં કેરીના ગોડાઉનમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ