પોરબંદર: દેશભરમાં કોરોના વાઈરસ નામની મહામારીથી બચવા અનેક લોકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ વિશેષ કામગીરી કરવામાંં આવી રહી છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા પણ ઠેરઠેર આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
![caution-against-corona-virus-porbandar-railway-department-prepares-6-isolation-coaches](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-6-railway-isolation-coach-made-in-porbandar-10018_13042020133540_1304f_01054_72.jpg)
પોરબંદરમાં પણ કોરોના વાઈરસ સામેની જંગમાં રેલવે તંત્ર સજ્જ થઈ ગયું છે. પોરબંદર રેલવે તંત્ર દ્વારા 6 આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જો કોઈ કોરોના પોઝિટિવ દર્દી આવે તો તેની તમામ સુવિધા અને મેડિકલ સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
![caution-against-corona-virus-porbandar-railway-department-prepares-6-isolation-coaches](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-6-railway-isolation-coach-made-in-porbandar-10018_13042020133540_1304f_01054_753.jpg)
તાત્કાલિક મેડિકલ સુવિધા કોરોના વાઈરસના દર્દીઓને મહત્વ આપવામાં આવશે. આ તકેદારી અગાઉથી જ રાખવામાં આવી છે. જો કે, પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામ રિકવર થઈ ગયા છે. હાલમાં પોરબંદરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી.