પોરબંદરઃ ભારતમાં કોરોના એમીક્રોનના(Corona's new variant Omicron) દર્દીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં નાઇરોબિથી( Nairobi in Porbandar)આવેલ એક 65 વર્ષના વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરતા તેનો રિપોર્ટ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વૃદ્ધાના જીનોમીક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ કહી શકાસે કે વૃદ્ધાને ઓમિક્રોનનું સંક્રમણ લાગ્યું છે કે નહીં.
સરકારી હોસ્પિટલમાં પણ થશે તપાસ
પોરબંદરમાં 8 દિવસ પહેલા નાઇરોબિ થી આવેલ 65 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ( 65-year-old Corona's report is positive)પોરબંદરની એક ખાનગી લેબમાં પોઝિટિવ (Case of Porbandar Corona)આવ્યો છે.આ બાબતની જાણ થતાં આજે સરકારી તંત્ર દોડતું થયું હતું. વૃદ્ધનો સરકારી હોસ્પિટલમાં(Porbandar Government Hospital ) પણ કોરોના અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિદેશથી આવતા હોવાથી એમિક્રોન શંકાસ્પદ હોવાનું હોસ્પિટલના અધિકારીઓ એ જણાવ્યું છે અને જે અંગે તેના જીનોમ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાશે અને ત્યાંથી પુના મોકલવામાં આવશે આ રિપોર્ટ આવ્યા બાદ જ એમીક્રોન છે કે નહીં એ અંગે ખ્યાલ આવશે .હાલ વૃધ્ધને સરકારી હોસ્પિટલમાં સારવામાટે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat Girl Child Rape Murder: સુરતમાં 10 વર્ષની માસૂમને ઈંટ મારી દુસ્કર્મ-હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા
આ પણ વાંચોઃ Delhi Republic Day Parade 2022: ગુજરાતના 57 NCC કેડેટ્સ દિલ્હી પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેશે