ETV Bharat / state

Porbandar crime: પોરબંદરમાં નવરાત્રિની રાત્રી બની લોહીયાળ, ગરબીમાં ઇનામ બાબતે ઝઘડો થતાં બુટલેગરની હત્યા - પોરબંદર પોલીસ

પોરબંદરમાં રોકડીયા હનુમાન મંદિરની પાછળ રહેતા સરમણ નાગાભાઇ ઓડેદરા નામના વ્યક્તિની નજીવે બાબતે હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગરબીમાં ઇનામ બાબતે મૃતકની પત્નીનો ઝઘડો બે મહિલા સાથે બોલાચાલી થઈ હતી અને જેનો ખાર રાખી બે મહિલા સહિત 9 લોકો તેના ઘરે ધસી આવ્યાં હતા અને મારામારી કરી હતી જેમાં સરમણ ઓડેદરાનું મોત થયું હતું હતું. ઉલ્લેખનીય છે કે, મૃતક સરમણ ઓડેદરા એક બુટલેગર હતો અને તેના વિરૂધ્ધ પોલીસમાં પ્રોહીબિશનને લગતા અનેક ગુનાઓ દાખલ થયેલા છે

પોરબંદરમાં નવરાત્રિ દરમિયાન હત્યાની ઘટના

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 6:49 PM IST

Updated : Oct 25, 2023, 9:34 AM IST

પોરબંદર: શહેરમાં નવરાત્રિની રાત એક પરિવાર માટે રક્તરંજીત સાબીત થઈ હતી. શહેરના રોકડીયા હનુમાન મંદિરની પાછળ રહેતા સરમણ નાગાભાઇ ઓડેદરા નામના વ્યક્તિની હત્યા થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આરોપીઓએ ગરબીમાં ઈનામ જેવી બાબતે ઝઘડો કરીને સરમણ નાગાભાઈ ઓડેદરાને તેના ઘર નજીક મોતને ઘાટ ઉતારી દીધો. તેજ દિવસે મૃતક સરમણ ઓડેદરાના પહેલા ઘોરણમાં ભણતા પુત્ર કરણનો જન્મ દિવસ હતો, પુત્રના જન્મદિવસે પિતાની હત્યા થતાં જન્મદિવસનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો.

નવ લોકો સામે ફરિયાદ નોંધાઇ : રાજા મુરું કુછડીયા, રાજુ ભીખુ કેશવાલા, રામદે હરશી બોખીરિયા, પ્રતીક કિશન ગોરાણીયા, રાજુ કેશવાલાની પત્ની, રાજા મુરું કેશવાલાની પત્ની અને અન્ય 3 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.

શું હતી સમગ્ર ઘટના: સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલા શીતલ પાર્કમાં ગરબી દરમિયાન મૃતક સરમણ નાગાભાઇ ઓડેદરાની પુત્રી કૃપા ગરબા રમવા જતી હતી, જેમાં ગઈ કાલે રાત્રે પુત્રીને ઇનામ ન મળતા ઇનામ અંગે તેની માતા અને સરમણ ઓડેદરાની પત્નીને કેટલાંક લોકો સાથે બોલાચાલી થઇ હતી અને તે પછી બે મહિલાઓ સહિત નવ જેટલાં શખ્સોએ સરમણ ઓડેદરાની ઘરે આવીને બબાલ કરી હતી. આ દરમિયાન તેના ઘરે ધસી આવેલા લોકોએ ધોકા જેવા હથિયારો વડે મારામારી કરી હતી, જેમાં સરમણ ઓડેદરાનું વધુ મારના કારણે મૃત્યું થયું હતું.

મૃતક હતો બુટલેગર: પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક સરમણ ઓડેદરા એક બુટલેગર હતો અને તેની વિરુદ્ધ પ્રોહીબિશનને લગતા અનેક ગુનાઓ દાખલ થયેલા છે, જોકે આ ઘટના કરુણ એટલા માટે માનવામાં આવી રહી છે, કે મરનાર સરમણ ઓડેદરાના પુત્ર કરણનો તેજ દિવસે જન્મદિવસ હતો ત્યારે પુત્રના જન્મદિવસે જ પિતાની હત્યા થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો છે. આ બનાવ અંગે મૃતકના પત્નીએ ઉદ્યોગનગર પોલીસમાં બે મહિલા સહિત નવ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદના આધારે એસપી ભગીરથ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એલ.સોલંકી એ વધુ તપાસ હાથ ધરી છે.

  1. Porbandar Crime : સગીરા પર બળાત્કાર કરનાર રાણાવાવનો આરોપી શખ્સ ઝડપાયો
  2. Porbandar Crime : પોરબંદરની યુવતીનું અપહરણ કરનાર અમદાવાદનો નરાધમ ઝડપાયો

Last Updated : Oct 25, 2023, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.