પોરબંદરઃ જિલ્લાના મોકર ગામના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે મોકર ગામ આયુર્વેદિક તબીબ કાર્તિક સોલંકી તથા ગામના અગ્રણીઓના સહયોગથી ગામલોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામા આવ્યુ હતું.
આ ઉપરાંત લોકોને કોરોના મહમારીની ગંભીરતાથી વાકેફ કરવાની સાથે સરકારની સુચનાઓનુ લોકો પાલન કરી જરૂરીયાત મુજબ જ લોકો ઘરની બહાર નિકળે તેમ સમજાવવામા આવે છે.