- રૂપિયા કમાવવાની લાલચમાં બોગસ તબીબ ( Bogus Doctor )નો રાફડો ફાટ્યો
- આદિત્યાણામાંથી બોગસ તબીબ( Bogus Doctor )ને પોરબંદર પોલીસે ઝડપી લીધો
- રહેણાંક મકાનમાં દવાખાનું ચલાવતો હતો બોગસ તબીબ ( Bogus Doctor )
પોરબંદર : રૂપિયા કમાવવાની લાલચમાં બોગસ તબીબ ( Bogus Doctor )નો રાફડો ફાટ્યો છે. જેમાં પોરબંદર જિલ્લામાં આદિત્યાણા ગામથી પોરબંદર પોલીસ દ્વારા એક બોગસ તબીબ ( Bogus Doctor )ને ઝડપી લેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે, આદિત્યાણા મેઇન રોડ પર કિશોર પટેલનું મકાન ભાડેથી રાખી ઈશ્વરસિંહ હરફુલસિંહ ડુડી પોતાના રહેણાંક મકાનમાં કોઈપણ જાતની લાયકાત વગર ડૉક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરીને દવાઓ આપે છે. જેથી તેના કબ્જા માંથી વિવિધ પ્રકારની કેપસ્યુલ તથા ઇન્જેક્શન્સ વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો એમ કુલ મળીને કિંમત રૂપિયા 5,122 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરીમાં જોડાયેલ સ્ટાફ
આ કામગીરીમાં PI કે. આઈ. જાડેજા, PSI એચ. સી. ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સરમણ તથા મહેબૂબખાન બેલીમ તથા પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજા મોહિત ગોરાણીયા સંજય ચૌહાણ અને ડ્રાઇવર માલદે રોકાયેલા હતા. પોરબંદર પોલીસના આ જાંબાજ કર્મીઓએ બોગસ તબીબ ( Bogus Doctor )ને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -
- વડોદરામાં Bogus Doctor ઝડપાયો, 20 વર્ષથી આપતો હતો એલોપેથીની દવાઓ
- દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં Bogus Doctorની ધરપકડ
- રાજકોટમાંથી વધુ એક Bogus Doctor ઝડપાયો
- કોરોનાગ્રસ્ત Bogus Doctor સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો
- મોરબીમાં ક્લીનીક ચલાવતો Bogus Doctor ઝડપાયો
- Bogus Doctor - રાજકોટમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- Bogus Doctor - મોરબીમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો