ETV Bharat / state

બોર્ડની પરીક્ષા નજીક, પરંતુ પોરબંદરના વિદ્યાર્થીઓને મળી નથી હોલ ટિકિટ - પોરબંદર એનએસયુઆઈ

5 માર્ચે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. પરંતુ પોરબંદરમાં કેટલાંક વિદ્યાર્થીઓ હજુપણ પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટથી વંચિત છે. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મૂકાયાં છે. આ બાબતે પોરબંદર એનએસયુઆઈ દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

બોર્ડની પરીક્ષા ઢૂકડી, પરંતુ પોરબંદરના વિદ્યાર્થીઓને મળી નથી હોલ ટિકિટ

author img

By

Published : Feb 27, 2020, 5:06 PM IST

પોરબંદરઃ આગામી 5 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે વાંચન કરી પરીક્ષા આપવા માટે તૈયાર છે અને શિક્ષણ વિભાગ પણ પરીક્ષા લેવા માટે તૈયાર છે. પરંતુ પોરબંદરમાં હજુપણ કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ હજુ મળી નથી. જેને લઇનેે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મૂકાયાં છે ત્યારે આ બાબતે પોરબંદર એનએસયુઆઈ દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

પોરબંદરની બાલુભા વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં ભણતી શ્રુતિ મહેશભાઈ કોટીયા નામની વિદ્યાર્થિનીને હોલ ટિકિટ ન મળતાં તેના વાલી સાથે સ્કૂલે જતાં કોઈ વાજબી જવાબ ન મળતાં અંતે શિક્ષણાધિકારી પાસે રજૂઆત કરવામાં આવી હતી.

બોર્ડની પરીક્ષા ઢૂકડી, પરંતુ પોરબંદરના વિદ્યાર્થીઓને મળી નથી હોલ ટિકિટ
હાલ શાળામાં ઓનલાઇન હાજરી પુરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે પણ વિદ્યાર્થીઓ હાજરી ૭૫ ટકાથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ શાળામાં કેમ હાજર નથી રહ્યાં તેનું કારણ બતાવવાનું હોય છે અને તે કારણ યોગ્ય લાગે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને માન્ય ગણાશે. પરંતુ હાલ વાલીઓની રજૂઆતમાં એવું જાણવા મળ્યું છે કે તેમના દીકરા દીકરીઓ પોતાનું ચોક્કસ કારણ પણ બતાવેલું હોય અને શાળામાં તેમના દ્વારા મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવેલું છે છતાં તેઓને હજુ સુધી હોલ ટિકિટ નહીં અપાતાં તેમના પર ચિંતાના વાદળો છવાયાં છે.

આ બાબતે પોરબંદર જિલ્લા એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈનેે બધી બાબતની ચર્ચા કરી હતી. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડમાં અધિકારીઓ સાથે વાતચીત કરી ખાતરી આપી હતી કે જેમને ચોક્કસ કારણસર પોતાનું મેડિકલ સર્ટિ રજૂ કરાયું હોય તે બધાં વિદ્યાર્થીઓને આવતીકાલના બપોર સુધીમાં હોલ ટિકિટ આવી જશે અને વાલી ચિંતામુક્ત રહી વિદ્યાર્થીઓને બની પરીક્ષા આપે તેમ જણાવ્યું હતું. રજૂઆત સમયે એનએસયુઆઇના પ્રમુખ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.