પોરબંદરઃ જૂનાગઢ જિલ્લામાંથી છૂટા પડ્યા બાદ પોરબંદર જિલ્લાનું નિર્માણ થયું ત્યારથી જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે રાણીબેન કેશવાલાની નિમણૂક થઇ હતી. રાણીબેન કેશવાલા ભાજપ પક્ષની વિચારધારાથી સંકળાયેલા ભાજપના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ પણ હતા.
ભાજપ મહિલા નેતા રાણીબેન કેશવાલાનું અવસાન રાણીબેન કેશવાલાના જીવન અંગે વાત કરીએ તો, તેમનો જન્મ 10/08/1952ના રોજ પોરબંદરના સખપુર પાસે આવેલા હાથીયાણી ગામે થયો હતો. નાનપણથી માતા-પિતાના 11 સંતાનોમાં સૌથી લાડકી દીકરી વિસાવાડા નિવાસી ગજુભાઈ હરદાસભાઇ કેશવાલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. 15 વર્ષના ઘરસંસારમાં પિયર કે સાસરિયામાં કોઈ વાતનું દુઃખ જોયું નહોતું. પતિ ગિજુભાઈના અવસાન બાદ દુઃખ કોને કહેવાય તેની ખબર પડી હતી.ભાજપ મહિલા નેતા રાણીબેન કેશવાલાનું અવસાન ભાજપની વિચારધારા, દેશભક્તિપૂર્ણ વાતાવરણ અને અસામાજિક તત્વો વિરોધી વ્યક્તિત્વ ધરાવતા રાણીબેન કેશવાલા મહેર સમાજમાં પણ મહિલા અગ્રણી તરીકે અનેક સેવાકાર્યો કર્યા હતા. ગામડાઓના વિકાસમાં તથા મહિલાઓમાં જુસ્સો અને ખુમારી લાવનારા મહિલા રાણીબેન એક માત્ર હતા, જે મહેર સ્ત્રીના પહેરવેશમાં હંમેશા રહેતા હતા. તેઓ મહેર પોશાક ઓઢણું, ઢારવો અને કાપડું તથા વેઢલા પહેરતા અને તેઓની વાતમાં હંમેશા જુસ્સો હતો. તેઓએ કોઈપણ કપરા સમયમાં હિંમત ન હારવાની પ્રેરણા મહિલાઓ ને આપતા હતા.ભાજપ મહિલા નેતા રાણીબેન કેશવાલાનું અવસાન વર્ષ 1999માં પોરબંદર જિલ્લો બન્યા પછી તુરંત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાણીબેન કેશવાલાની વરણી થઈ હતી અને સાડા છ મહિનાની જવાબદારી સંભાળી જિલ્લાના વિકાસ કાર્યમાં સતત કાળજી લઇ વિકાસ કાર્યો પૂરા કર્યા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અનેકવાર ચૂંટાતા હતા. હાલ બાંધકામ સમિતિના ચેરમેન તથા ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકેની ફરજ પણ નિભાવતા હતાભાજપ મહિલા નેતા રાણીબેન કેશવાલાનું અવસાન વર્ષ 1978માં રાણીબેનના પતિ ગજુભાઈ હરદાસભાઇ કેશવાલા વિસાવાડા સૌપ્રથમ સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારે રાણીબેને પણ ગ્રામ પંચાયતના સભ્ય તરીકેની તેમની કદમથી કદમ મીલાવી 10 વર્ષની કામગીરી કરી હતી. ઉપરાંત વર્ષ 1978થી સક્રિય રાજકારણમાં બરડા વિસ્તારમાં અનેક સુવિધાઓ લાવી સમાજ ઉત્થાનમાં કામગીરી કરી હતી. આમ રાણીબેન કેશવાલા સતત લોકસંપર્કમાં રહ્યા કરતા અને ગામડાંઓમાં ફરી ગામડાઓના વિકાસ અને મહિલાઓના વિકાસ અંગે પ્રયત્નો હતા.ભાજપ મહિલા નેતા રાણીબેન કેશવાલાનું અવસાન રાણીબેન શરીરે ખડતલ અને હંમેશા જુસ્સાથી વાત કરનારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગંભીર બીમારી લડતા હતા. તેઓ ચાર દિવસ પહેલા રાજકોટ તબીબી ચેકઅપ માટે ગયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે શનિવારની સવારે તેમનું અવસાન થતાં સમગ્ર મહેર સમાજ તથા પોરબંદર ભાજપ સહિત ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે પોરબંદરનું જુસ્સેદાર વ્યક્તિત્વ ધરાવતા રાણીબેન કેશવાલાની હંમેશા ખોટ વર્તાશે.ભાજપ મહિલા નેતા રાણીબેન કેશવાલાનું અવસાન