- શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પણ કરાયા શ્રદ્ધાસુમન
- ભાજપ મંડળ મોરચાના પ્રમુખ અને મંત્રીઓની નિમણૂંક કરાઈ
- જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો
પોરબંદર: ભારતીય જન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ શ્યામાં પ્રસાદ મુખર્જીનું 23 જૂન 1953ના રોજ શ્રીનગરની જેલમાં મૃત્યુ થયું હતું. દેશની એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર ડૉ શ્યામ પ્રસાદ મુખર્જીની પ્રતિમાને બલિદાન દિવસ નિમિત્તે પોરબંદર ભાજપ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. જેમાં ધારાસભ્ય બાબુ બોખીરીયા, શહેર પ્રમુખ કિરીટ મોઢવાડીયા, જિલ્લા મહામંત્રી અશોક મોઢા, યુવા ભાજપ પ્રમુખ લકીરાજ સિંહ વાળા, નાથુ ભાઈ, કેતન દાણી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
ભાજપ મંડળ મોરચાના પ્રમુખ અને મંત્રીઓની નિમણૂંક
પોરબંદર ભાજપના યુવા મોરચા 2021ના મંડળ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં પોરબંદર શહેર મંડળના પ્રમુખ તરીકે સાગર મોદી અને મહામંત્રી તરીકે સંદીપ પાંજરી તથા પોરબંદર ગ્રામ્ય મંડળના પ્રમુખ રાણાભાઇ મોઢવાડીયા અને મહામંત્રી લખુભાઈ કારાવદરા તથા રાણાવાવ શહેર મંડળમાં પ્રમુખ તરીકે વનરાજ ઓડેદરા અને મહામંત્રી તરીકે સુનિલ ચૌહાણની નિમણૂંક કરાઈ હતી, ઉપરાંત રાણાવાવ ગ્રામ્ય મંડળમાં પ્રમુખ તરીકે નીતિન ભાઈ ગોઢાણીયા અને મહામંત્રી તરીકે સંજય કેશવાલા તથા કુતિયાણા શહેર મંડળ પ્રમુખ તરીકે જીત ઓડેદરા અને મહામંત્રી તરીકે શની ભાઈ થાપલીયાની નિમણૂંક કરવામાં આવી હતી. કુતિયાણા ગ્રામ્ય મંડળમાં પ્રમુખ તરીકે રામદે ઓડેદરા અને મહામંત્રી તરીકે અતુલ ભાઈ મારુની નિમણૂંક કરવામાં આવી હતી. તમામ હોદ્દેદરોને ભાજપના આગેવાનોએ શુભેછાઓ પાઠવી હતી
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો
કોરોનાની મહામારીથી બચવા લોકો માટે વેક્સીન લેવી ખાસ અગત્યતા છે. સરકારી ગાઇડલાઇન મુજબ પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે આજે કોરોના સામે લડવા વેક્સિનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું. જેમાં 300 જેટલા લોકોએ કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન લીધી હતી.