રાજ્યમાં આગામી દિવસોમાં શાળાઓનું નવું સત્ર શરૂ થનાર છે. ત્યારે RTE મુજબ શાળાઓમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલીક લઘુમતી શાળાઓ RTE મુજબ બાળકોને પ્રવેશ આપવાની ના પાડતા વાલીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે. ત્યારે રાજકોટની મુલાકાતે આવેલ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક ખાનગી શાળાઓએ સરકારના ધારા ધોરણ મુજબ પ્રવેશ આપવો ફરજીયાત છે. જો લઘુમતી શાળાઓ બાળકોને પ્રવેશ નહીં આપવામાં આવશે તો તેમની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.
ભૂપેન્દ્રસિંહનું નિવેદન, તમામ સ્કૂલોએ RTE મુજબ એડમિશન આપવા ફરજીયાત
રાજકોટઃ આજે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેમને આજે રાજ્યમાં અમુક લઘુમતી શાળાઓ દ્વારા RTE હેઠળ બાળકોને પ્રવેશ ન આપતી હોવાની ફરિયાદ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓએ હાઇકોર્ટના આદેશ મુજબ બાળકોને એડમિશન આપવું ફરજીયાત છે. જો શાળાઓ પ્રવેશ નહિ આપે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.