- કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન દેવુસિંહ ચૌહાણની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં બહાર પાડવામાં આવ્યું કવર
- શામળદાસ ગાંધીની જન્મ પોરબંદરમાં થયો હતો
- શામળદાસે જૂનાગઢને પાકિસ્તાનમાં ન ભેળવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી
પોરબંદર : આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શામળદાસ ગાંધીએ આઝાદીના સમય બાદ જૂનાગઢને પાકિસ્તાનમાં જતું રોક્યું હતું અને ભારતમાં રાખ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ તથા પોરબંદર જિલ્લા કલેક્ટરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતમાં પાંચ અલગ અલગ સ્થળોએથી કવર બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે આ કાર્યક્રમમાં પોરબંદરના ડાક વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અભિજીતસિંહ તથા સબ સુપ્રિડેન્ટ ઓફિસર તથા પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શામળદાસ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો
શામળદાસ ગાંધી એ સ્વતંત્રતા આંદોલનમાં એક મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેનો જન્મ ૧૮૧૭માં પોરબંદર શહેરમાં થયો હતો. મહાત્મા ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ કરમચંદ ગાંધીના પુત્ર હતા અને શામળદાસ ગાંધી તેના કાકા મોહનદાસ કરમચંદ ગાંધીના નજીકના અનુયાયી હતા. જ્યારે જૂનાગઢના નવાબે ૧૯૪૭માં તેના રાજ્યો અને પાકિસ્તાનમાં જોડવાનો નિર્ણય કર્યો ત્યારે તે સમયે શામળદાસ લોકમત અનુસાર જૂનાગઢ રાજ્યને ભારતનો હિસ્સો બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : BSFના અધિકાર ક્ષેત્રમાં વિસ્તરણથી પંજાબ સરકાર નારાજ, કેન્દ્રને નિર્ણય પરત લેવાની માગ
આ પણ વાંચો : આર્યન ખાનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી હાથ ધરાશે