પોરબંદરઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમનાથની ટૂંકી મુલાકાતે (Kejriwal visit Somnath )આવ્યા છે. પોરબંદર એરપોર્ટથી તેઓ સોમનાથ રવાના થયા છે. વહેલી સવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમનાથ મહાદેવના દર્શન પૂજા અને ધ્વજારોહણ કરીને તેમની (Kejriwal visit Gujarat)એક દિવસની સોમનાથની યાત્રાને પૂર્ણ કરશે.
ગુજરાતમાં નશાબંધી હોવા છતાં દારૂ વેચાય - પોરબંદર એરપોર્ટ પર કેજરીવાલે સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા બાદ અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે, અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે. દિલ્હીમાં જે જે સારા કામ કર્યા તેની ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે. રેવડીની બાબતે કેજરીવાલે જણાવ્યું કે નેતાને ફ્રી વીજળી મળે તો જનતાને પણ ફ્રી વીજળી મળવી જોઈએ. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં દારૂ વેચાય છે. તેની પાછળ કોણ છે તેની તપાસ થવી જોઈએ
આ પણ વાંચોઃ રાજ્યમાં પોલીસ કેસ થયેલ માછીમારો પાકિસ્તાન જેલમાં હોય તો સરકાર નથી આપતી સહાય : પુંજા વંશ
રાજકોટમાં કાર્યક્રમને સંબોધિત - બીજા દિવસે 26 જુલાઈના રોજ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા મંદિર પહોંચશે અને ભારતના લોકોની સુખ-સમૃદ્ધિ અને ભારતમાં સુશાસનની સ્થાપના માટે મંદિરમાં પૂજા-અર્ચના કરીને મહાદેવના આશીર્વાદ લેશે. સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા બાદ અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે, અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે.
આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ સોમનાથમાં મહાદેવની પૂજા અને ધ્વજા ચઢાવશે