પોરબંદર : જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બુધવારે પણ કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો આંક 418 પર પહોંચ્યો છે.
આ ઉપરાંત બુધવારે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં પણ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની આંકડો 28 થયો છે.
હાલ પોરબંદરમાં કોરોનાના 96 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 33 કોવિડ કેર સેન્ટર ખાતે 12 તેમજ અન્ય જિલ્લા રાજ્ય ખાતે 38 દર્દીઓ છે. તો પોરબંદર જિલ્લા ખાતે કરેલા હોમ આઇસોલેશનમાં 9 તથા અન્ય રાજ્ય જિલ્લામાં કરેલા હોમ આઈસોલેશનમાં એક અને સ્ટેટસ પેન્ડીંગ 3 દર્દીઓ છે.