આંગણવાડી-12નાં કાર્યકરોને યશોદા પુરસ્કારથી સન્માનીત કરાયા બાદ મીનાબહેન અને રીનાબહેને જણાવ્યુ કે, અમારા કેન્દ્રમાં એકપણ બાળક કુપોષિત નથી.ICDS યોજના હેઠળ બાળકો અને સગર્ભાઓ, ઘાત્રી મહિલાઓ તથા કિશોરીઓને તમામ લાભ મળે છે. એક વ્યકિત કુપોષિત હતી પરંતુ તેને સમયસર પુરકપોષણ, પૈાસ્ટીક આહાર, બાળ સખા યોજના હેઠળ મળતા લાભ આપરામાં આવ્યા હતા. જેથી તે કૃપોષણ મૂક્ત થઇ છે. આંગણવાડી કેન્દ્રમાં પોતાનાં બે પૌત્રોની સાથે આવેલા સીડા સતીબેન જણાવે છે કે, આંગણવાડીની બહેનો બધા બાળકોને સગા દિકરાની જેમ માવજત કરે છે. નાના બાળકોને સાચવવા એ કઇ ખેલ નથી
પોતાની પૌત્રી સાથે આવેલા શાંતીબેન સુંડાવદરાએ આંગણવાડીની બહેનોની કામગીરીની પ્રશંસા કરતા ઉમેર્યુ કે, બહેનો બાળકોને લઇ જાય અને મુકી જાય અમારે કોઇ ચિંતા કરવાની હોતી નથી. આ બહેનોની સાથે સાથે સરકારનો પણ આભાર માન્યો હતો. કેન્દ્રમાં નિયમિત બાળકોને પૈાસ્ટીક આહાર આપવામાં આવે છે. નિયમિત વજન માપવામાં આવે છે. કિશોરીઓને મગદાળ, ઘઉ, તેલ, નમક તથા પોષ્ટિક આહાર આપવામાં આવે છે. છ મહિના પૂર્ણ કરેલા બાળકનાં શરીરને પોષણ મળી રહે તે માટે નિયમિત આહાર આપવામાં આવે છે.