પોરબંદરઃ મહેર સમાજ દ્વારા તારીખ 1-4-2019ને રવિવારના રોજ સવારે 8 કલાકે રિણાવાડા ગામ ખાતે આવેલા નાથા ભગતની મેડીથી શરૂ થયેલી આ પદયાત્રા સીમાણી, બાબડા ભારવાડા, બગવદર ખામ્ભોદર, કુણવદર, હાથલા થઈને ગડુ રસ્તે પૂજ્ય નાથા ભગતે જે સ્થળે આખરી શ્વાસ લીધા હતા, તે સ્થળે પૂજ્ય નાથા ભગતની જગ્યા સુધી પદયાત્રા યોજાઈ હતી.
આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહેર સમાજના અગ્રણીઓ તથા લોકો જોડાયા હતા. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પોરબંદર સહિતના વિસ્તારોમાં વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવવામાં આવે છે. જેમાં નશાબંધી અને આબકારી ખાતા પોરબંદર તરફથી વ્યસન મુક્તિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવે છે.
આ પ્રસંગે મહેર સમાજના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા, હિરલબા જાડેજા, રાણીબેન કેશવાલા, રાણાભાઈ ઓડેદરા સહિતના મહેર સમાજના આગેવાનો જોડાયા હતા.