ETV Bharat / state

National Science Day: આને કહેવાય આવિષ્કાર, 300 રૂપિયામાં AC બનાવી નાખ્યું - AC made at 300 rupees in Porbadar

પોરબંદરમાં મહાત્મા ગાંધી સ્કૂલના બે બાળકોએ માત્ર ₹300ના એર કન્ડિશન ખર્ચમાં જ બનાવ્યું હતું. ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ ગૌતમ હિંડોચા અને સની મકવાણાએ આ એર કન્ડિશનનું મોડલ બનાવ્યું છે. જે આ વિજ્ઞાન મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

National Science Day: આને કહેવાય આવિષ્કાર, 300 રૂપિયામાં AC બનાવી નાખ્યું

author img

By

Published : Feb 28, 2023, 4:11 PM IST

પોરબંદર: આજે 28મી ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે. આ દિવસે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડોક્ટર સી વી રમનને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. જેની યાદગીરીમાં આ દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોરબંદરમાં મહાત્મા ગાંધી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આજે વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ધોરણ આઠ ના બે વિદ્યાર્થીઓએ માત્ર ₹300 માં જ એર કન્ડિશન બનાવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આને કહેવાય આવિષ્કાર 300 રૂપિયામાં AC બનાવી નાખ્યું

45 જેટલી કૃતિઓ રજૂ કરી: બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે તે હેતુથી મહાત્મા ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના 60 જેટલા વિદ્યાર્થીઓ જેમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. 45 જેટલી રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન અને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપલ અલ્તાફ રાઠોડ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા--મહાત્મા ગાંધી સ્કૂલના પ્રિન્સિપાલ ધર્માબેન

આ પણ વાંચો Porbandar News : સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત, સેવાકીય સંસ્થાને આવ્યું ધ્યાને

વિદ્યાર્થીઓએ બનાવ્યું એસી: ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા માટે એસી જરૂરી છે. પરંતુ એસીના ભાવ વધુ હોય છે. ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવું એસી મહાત્મા ગાંધી સ્કૂલના બે બાળકોએ માત્ર ₹300ના ખર્ચમાં જ બનાવ્યું હતું. મહાત્મા ગાંધી સ્કૂલના ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ ગૌતમ હિંડોચા અને સની મકવાણાએ આ એર કન્ડિશનનું મોડલ બનાવ્યું છે. જે આ વિજ્ઞાન મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ઉનાળો આવતાની સાથે એસીના ભાવ વધી જતા હોય છે.ત્યારે આ વિદ્યાર્થીઓએ નાનું એસી બનાવીને લોકોને ચોંકાવી દીધા હતા. માત્ર ₹300ના એર કન્ડિશનની કિંમત સાંભળીને શિક્ષકોને પણ મોડલને બીરદાવ્યું હતું.

આ પણ વાંચો Porbandar News : પોરબંદરના યુવાને યોગા વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું

વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ: બાળકોએ પૂઠા તથા બરફ ,ફેન અને મોબાઈલ ચાર્જિંગ તથા મોટરનો ઉપયોગ કરી એસીનું નાનું મોડલ બનાવ્યું હતું. એસીનું બટન ઓન કરતાં જ ઠંડો પવન આવે છે. લોકોને ગરમીમાં ઠંડીનો અહેસાસ માત્ર ₹300 માં જ એર કન્ડિશનથી બાળકોએ કરાવ્યો હતો. શિક્ષકોએ પણ આ મોડલને બીરદાવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.