પોરબંદરે સામાન્ય રીતે સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. પરંતુ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ મુજબ કૃષ્ણ અને સુદામાનું પણ આ કર્મ સ્થાન છે. અહીં સુદામા પુરી રહેતા હતા. તેથી તેનું નામ સુદામાપુરી પણ રાખવામાં આવ્યું હોવાનું મનાય છે. જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં પોરબંદર સિવાય અન્ય કોઈ જગ્યાએ આ પરંપરા નથી. કૃષ્ણ સખા સુદામા હોવાથી પોરબંદરની તમામ હવેલીઓના દર્શન પણ ભક્તજનો આ પદયાત્રા દરમિયાન કરી ધન્યતા અનુભવે છે. ઘણાં લોકો આ પરંપરાને કોઠા ભરવાની પરંપરા પણ કહે છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પગરખાં પહેર્યા વગર પ્રભુના દર્શન અર્થે ચાલીને પોરબંદરની પરિક્રમા કરે છે.
આ ચારથી પાંચ કિલોમીટરની પદયાત્રા સવારે ૮ વાગ્યાથી લઈને સાંજે ૫ વાગ્યા સુધી ચાલે છે. આ પદયાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ પાણી અને શરબતનું પણ વિતરણ કરવામાં આવે છે અને આ ધાર્મિક કાર્યમાં સૌ કઈ હર્ષો ઉલ્લાસથી જોડાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં પોરબંદર સિવાય આ પરંપરા બીજા કોઈ શહેરમાં નથી. કૃષ્ણ સખા સુદામા હોવાથી પોરબંદરની તમામ હવેલીઓના દર્શન પણ ભક્તજનો આ પદયાત્રા દરમિયાન કરે છે અને ધન્યતા અનુભવે છે. તો ઘણા લોકો આ પરંપરાને કોઠા ભરવાની પરંપરા પણ કહે છે.