ETV Bharat / state

પોરબંદરનાં રાણાવાવ ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો - seven step farmer welfare program

પોરબંદરનાં રાણાવાવ મહેર સમાજ ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કિસાન પરિવહન યોજના તથા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના મંજૂરી પત્રો ખેડૂત લાભાર્થીઓને વિતરણ કરાયા હતા.

seven step farmer welfare
સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ
author img

By

Published : Sep 10, 2020, 10:47 PM IST

પોરબંદરઃ ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા તથા પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકની ઉપસ્થિતિમાં યોજાયેલા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લાઓમાં ઓનલાઇન ઇ-લોકાર્પણ કરી ગુજરાતના ખેડૂતોના વિકાસમાં આ યોજના મહત્વની સાબિત થશે તેવી શુભકામના પાઠવી હતી.

seven step farmer welfare
સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ

આ પ્રસંગે મેઘજીભાઇ કણઝારીયાએ કહ્યું કે, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ખેડૂતો સરળતાથી માલનો સંગ્રહ કરી શકશે તથા કિશાન પરિવહન યોજનાના લાભથી ખેડૂતો પોતાના ગોડાઉનમાં રહેલો કૃષિ માલ બજાર સુધી સરળતાથી લઇ જઇ શકે તે માટે પોતાનું જ વાહન ઉપયોગ કરી શકશે. સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના દ્રારા કિશાનોની આવક બમણી થશે.

seven step farmer welfare
સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ

આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુકે કહ્યું કે, વર્તમાન સરકાર ખેડૂતોની ચિંતા કરે છે, કિશાનની આવક ડબલ થાય તે માટે શરૂ કરાયેલી સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના પોરબંદર જિલ્લાના ખેડૂતોને ઉપયોગી બનશે.

જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ મોરીએ કહ્યું કે, ખેડૂતો સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનેક યોજનાઓ ખેડૂત કલ્યાણ માટે અમલમાં મુકી છે.

આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે, કોરોના મહામારીના કારણે ગામમા કે બજારમાં મોઢા પર માસ્ક બાંધવુ, એકબીજાથી સમાજીક અંતર રાખવું જોઇએ તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેથી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતુ અટકાવી શકાય.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ ખેડૂત લાભાર્થીઓને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ ઉપસ્થિતિ મહેમાનોએ મંજુરી હુકમો વિતરણ કરી ખેડૂતો પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમમાં પ્રવેશતા ખેડૂતોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાની સાથે સ્થળ પર કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવતો હતો. ખેડૂતો સ્વૈચ્છાએ વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો ઉપસ્થિત હતી. કાર્યક્રમમાં કલેકટર ડી.એન.મોદી,તથા અન્ય અધિકારીઓ પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.