પોરબંદર: જિલ્લામાં ગાય ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનના વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પોરબંદરમાં વાડી પ્લોટમાં આવેલ હિરેન વ્રજલાલ ખોળ કપાસીયા તેમજ કરિયાણાની દુકાનમાં ગાય ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શન રાખી કોઈપણ લાયસન્સ વગર વેચાણ કરવામાં આવતું હતું. આ બાબતની જાણકારી પોલીસને મળતા પોલીસે આ સ્થળે રેડ પાડી હિરેન ઉર્ફે મનીષ વ્રજલાલ મોનાણીને રંગે હાથ ઝડપ્યો હતો.

પોલીસે 1080 ઇન્જેક્શન જપ્ત કર્યા: પોરબંદરમાં વાડી પ્લોટમાં આવેલ હિરેન ખોડ કપાસીયા તથા કરિયાણાની દુકાનમાં રેડ કરી ગાય ભેંસ વધું દૂધ આપે તેવા કુલ 1080 નંગ ઇન્જેક્શન જેની કિંમત 43,200 ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. સાથે જ ઇન્જેક્શનનની બોટલ વેચવા અંગે કોઈ પાસ પરમિટ, લાયસન્સ, બિલ કે આધાર પુરાવા વગર મળી આવતા સીઆરપીસી કલમ 102 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી આ ઇન્જેક્શન કોની પાસેથી લેતો: પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર સામે જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હિરેન ઉર્ફે મનીષ વ્રજલાલ મુનાણીને ઝડપવામાં પોરબંદર એસઓજીના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.એમ. જાડેજા તથા એએસઆઈ કે.બી. ગોરાણીયા તથા મહેબૂબ ખાન બેલીમ, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વગેરે રોકાયેલ હતાં. એસ ઓ જી ના ઇન્ચાર્જ પીએસ આઈ એમ એમ જાડેજા એ જણાવ્યું હતું કે, આરોપી આ ઇન્જેક્શન કોની પાસેથી લેતો હતો અને અન્ય કોઈ સ્થળે વેચાણ થાય છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાચો: