- કોરોના મહામારીની સઘન પેટ્રોલિંગ ફરી લોકડાઉન તથા નાઈટ કર્ફ્યૂનો આદેશ
- નાયબ પોલીસ અધિક્ષક કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
- બારમાના પ્રસંગમાં 20 કરતા વધુ લોકોને એકઠા કર્યા હતા
પોરબંદર : જિલ્લામાં કોરોના મહામારીની સઘન પેટ્રોલિંગ ફરી લોકડાઉન તથા નાઈટ કર્ફ્યૂનો કડક અમલ કરાવવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા સૂચના અપાયેલી છે. પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠિયા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. એચ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના PSI બલભદ્રસિંહ એસ.ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ ગીરીશ રાજા ભરડા, રસુલ સુમરા, સુખદેવ ચૌહાણ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં પેટ્રોલિંગમાં હતા.
આ પણ વાંચો : બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા
જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં 20 કરતા વધુ માણસને એકઠા કર્યા
જે દરમિયાન માહિતી મળી હતી કે, નવો કુંભારવાડો શેરી નં.-7 ખાતે મરણ પ્રસંગે લોકોને બિનજરૂરી એકઠા કરેલા છે. તેવી માહિતીને આધારે પંચો સાથે તપાસ કરતા ઘરધણી ભાવેશ ચંદુ કૃષ્ણવડાના પિતા બાર દિવસ પહેલાં અવસાન પામ્યા હતા. તેમના બારમાના પ્રસંગનું આયોજન કરી સરકારના જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં 20 કરતા વધુ માણસને એકઠા કર્યા હતા. કોઈ જાતનું સોશ્યિલ ડિસ્ટન્સ નહિ જાળવીને ગુન્હો દાખલ કર્યો હતો. જેથી ઘરધણીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.