- વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની રજૂઆત શિક્ષણ અધિકારીને NSUI દ્વારા કરાઈ હતી
- આજે સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ મળી હતી મીટિંગ
- વાલીઓને યોગ્ય રીતે અનુકૂળતા કરી ફી આપે તેવો નિર્ણય લેવાયો
પોરબંદરઃ શહેરમાં આવેલી નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્થપાયેલી આર્ય કન્યા ગુરુકુળમાં વાલીઓએ પોતાના બાળકો અભ્યાસ અર્થે જતા હતા પરંતુ લોકડાઉનમાં અને હાલ પરીક્ષા સમયે વ્યવસ્થા તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, ફી આપશો તો જ પરીક્ષા લેવામાં આવશે. આથી વાલીઓને સાથે રાખી NSUIની ટીમ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી અને આજ રોજ સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ બેઠક મળી હતી. જેમાં વાલીઓ માટે અનુકૂળતા મુજબ યોગ્ય નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચોઃ જામનગરમાં NSUIએ ખાનગી ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યા
આર્ય કન્યા ગુરુકુળમાં ફી બાબતે વાલીઓ દ્વારા હોબાળો થતાં મીટિંગ યોજાઈ
પોરબંદરમાં ખ્યાતનામ આર્યકન્યા ગુરૂકુળમાં વાલીઓ અને યોગ્ય જવાબ ન આપી પરીક્ષા આપવી હોય તો ફી ભરવી પડશે તેમ કહેતા વાલી મંડળ દ્વારા NSUIને સાથે રાખી શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. જ્યારે શિક્ષણ અધિકારીએ બન્ને પક્ષોને સાથે રાખી આજે સોમારે એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં વાલીઓ માટેનો સરળ રસ્તો કાઢી આપવામાં આવ્યો હતો. વાલીઓને ગત વર્ષની ફી 50 ટકા તથા આવનાર વર્ષની ફી હપ્તે હપ્તે ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા આર્ય કન્યા ગુરુકુળના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પોરબંદરમાં NSUI દ્વારા આયોજીત સ્વ.રાજીવ ગાંધી કપ-2021 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન