ETV Bharat / state

પોરબંદરમાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલો કેદી ઝડપાયો

author img

By

Published : Nov 4, 2020, 11:01 AM IST

પોરબંદરની ખાસ જેલમાં સજા ભોગવતો કાચા કામનો એક 'રામજાને' નામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયો હતો. જેને પોરબંદર પેરોલ ફર્લો સ્કોડે તેના રહેણાંક મકાન પાસેથી પકડી પાડ્યો હતો.

Porbandar Jail
પોરબંદરમાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી ઝડપાયો
  • જેલમાં સજા ભોગવતો કાચા કામનો કેદી ફરાર
  • પેરોલ ફર્લો સ્કોડે બાતમીના આધારે આરોપીની ધરકપડ કરી
  • કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ કરાવી આરોપીને જેલમાં પરત મોકલ્યો

પોરબંદર: શહેરની ખાસ જેલમાં સજા ભોગવતો કાચા કામનો એક 'રામજાને' નામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયો હતો. જેને પોરબંદર પેરોલ ફર્લો સ્કોડે તેના રહેણાંક મકાન પાસેથી પકડી પાડ્યો હતો.

પોલીસે કેદી રામજાનેને તેના ઘર પાસેથી જ ઝડપી પાડયો

પોરબંદરના કડિયા પ્લોટમાં શેરી નંબર 1 માં રહેતો દિલીપ ઉર્ફે 'રામજાને' ગોવિંદ પરમાર પોરબંદરની ખાસ જેલમાં હતો. તે દરમિયાન વચગાળાની જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસ મહાનિર્દેશકની કચેરી ગાંધીનગરની સૂચના અંતર્ગત અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન સાથે પોરબંદર પેરોલ ફર્લો સ્કોડને બાતમી મળી હતી કે, આ ફરાર થયેલા કેદી રામજાને પોતાના રહેણાંક મકાન કડિયા પ્લોટ શેરી નંબર 1 માં આવેલ છે. જેથી પોલીસે પેરોલ ફર્લો સ્કોડ અને SOG એ બાતમીના આધારે ફરાર આરોપી રામજાનેને પકડી કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ કરાવી પોરબંદર ખાસ જેલમાં પરત મોકલ્યો હતો. વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને પકડવામાં પેરોલ ફર્લો ટીમને વધુ એક સફળતા મળી હતી.

પેરોલ ફર્લો સ્કોડ તથા પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરાઇ

આ કામગીરીમાં PSI એચ સી ગોહિલ, ASI એ જે સાવલિયા તથા વજશીભાઈ વરુ પેરોલ ફર્લો સ્કોડ તથા હેડ કોન્સ્ટેબલ સરમણભાઈ રાતીયા અને પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચૌહાણ, મોહિતભાઈ ગોરાણીયા ,તથા વિપુલભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.