- કોલીખડા ગામમાં સાથે હોટેલમાં જમ્યા બાદ મિત્રે જ કરી મિત્રની હત્યા ( Murder )
- હોટલમાં જમીને બિલ ચૂકવણી બાબતે થઈ હતી બોલાચાલી
- હોટલ નજીકના મંદિરમાં સૂઇ ગયેલા મિત્રની કુહાડીના ઘા મારી હત્યા કરી
- અન્ય મિત્રની પણ હત્યાનો કર્યો હતો પ્રયાસ,ત્રણ બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી
પોરબંદરઃ પોરબંદરના કોલીખડા ગામે રહેતા દાસા પરબત મારુ તેના મિત્રો સાથે તેના જ ગામમાં આવેલ હોટેલમાં ગત રાત્રીના સમયે જમવા ગયા હતાં. જમ્યા બાદ બિલ આપવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ દાસા પરબત મારુ, કરશન ભીમા કોડિયાતર અને રાણા પરબત મારુ સહિત અન્ય એક શખ્સ નજીકના એક મંદિરના પટાંગણમાં સૂતાં હતાં. તે સમયે કરશન કુહાડી લઈને દાસા ભાઈને માથામાં ઘા ઝીંકી હત્યા ( Murder ) નિપજાવી હતી અને રાણાભાઈની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો તેને ઇજા પહોંચાડી કરશન ત્યાંથી નાસી છૂટ્યો હતો.જમ્યા બાદ બિલ આપવા બાબતે બોલાચાલી થઈ હતી
આ પણ વાંચોઃ Murder news : ઉપલેટામાં ફિલ્મી ઢબે કાકીએ કરી માસુમ ભત્રીજીની હત્યા
પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી
સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોરબંદર પોલીસ ( Porbandar Police ) અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ઘાયલ રાણાભાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે મૃતક દાસાભાઈને પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. દાસાભાઈની હત્યા થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ આણંદમાં પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો