- રમેશભાઈ ઓઝા દ્વારા ટેંકનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું
- દર્દીઓને બેડ સુધી ઓક્સિજન પહોચી શકશે
- ઓક્સિજનની સમસ્યાનું આવશે નિરાકરણ
પોરબંદર: કોરોના કાળમાં ઓક્સિજનની ગંભીર સમસ્યા સર્જાય હતી. આગળના સમયમાં ઓક્સિજનની અછત ન સર્જાઈ તે માટે પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં રમેશ ભાઈ ઓઝાએ સાંદિપની આશ્રમ દ્વારા 20,000 લીટરની ઓક્સિજન ટેંન્ક આપવા ની જાહેરાત કરી હતી આ ઓક્સિજન ટેંન્ક ભાવસિંહજી હોસ્પિટલમાં આવી પહોચી હતી.
ટેંકનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું
પોરબંદરના કથાકાર રમેશભાઈ ઓઝાના શુભ સંકલ્પથી પોરબંદરની ભાવસિંહજી (સરકારી) હોસ્પિટલમાં દર્દીનારાયણ માટે ઓક્સિજનની સ્થાયીરૂપે વ્યવસ્થા થઈ શકે એવા હેતુથી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે તા.22-05-2021ના રોજ ઓક્સિજન ક્રાયોજનિક ટેંક આવી પહોંચી હતી. રમેશ ભાઈ ઓઝા દ્વારા ટેંકનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં આ ટેંક પ્રસ્થાપિત થઈને ખૂબ જ ઝડપથી કાર્યરત થઈ જશે.