- બરડા વનવિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝડપાયેલ 6 વાહનોને ખાલસા કરવામાં આવશે
- ગેરકાયદેસર વૃક્ષ છેદન કરી વેપાર કરતા લોકોને વાહનો સાથે ઝડપી લીધા
- 8 વ્યક્તિઓને એક હજારનો દંડ ફટકારાયો
પોરબંદર : વનવિભાગ દ્વારા જુલાઈ અને ઓગસ્ટ માસમાં ગેરકાયદેસર વૃક્ષ છેદન કરતા 8 લોકો ઝડપાયા હતા. જેની પાસેથી છ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જેને ખાલસા કરવાનો નિર્ણય લેવાયો છે.
ભારતીય વન અધિનિયમ 1927 ની જોગવાઈ મુજબ વાહનો ખાલસા કરવામાં આવશે
બરડા જંગલ અને આસપાસના જંગલમાં જુલાઈ અને ઓગસ્ટમાં વૃક્ષ છેદન કરી તેનું વાહનોમાં વહન કરતાં ઝડપાયેલા 8 લોકોના પુરાવાની ચકાસણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ત્રણ મોટરસાયકલ, બે છકડો રિક્ષા અને એક બોલેરો સહિત છ વાહનોને ખાલસા કરવામાં આવશે.
ગેરકાયદેસર વૃક્ષ છેદન કરતા ઝડપાયેલા 8 લોકો સામે 1 હજારનો દંડ ફટકારાયો
બરડા અભ્યારણ અને રાણાવાવ વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષ છેદન કરતા જુલાઈ તથા ઓગસ્ટ માસમાં 8 લોકો વાહનો સાથે ઝડપાયા હતા. જેમાં વિજય કાનાભાઈ સિહોરા તથા મનજીભાઈ મોહનભાઈ મોઢતરિયા , કાન્તાબેન જગદિશભાઈ ચૌહાણ તથા શીવાભાઈ મગનભાઈ માયાણી અને મુકેશભાઈ પરસોતમભાઈ સોમાણી તથા જયેશભાઈ રામજીભાઈ સોમાણી અને મહેશભાઈ પ્રવીણભાઈ સાલાણી તથા ભીમાભાઇ હરજીભાઈ સોમાણી તમામ વિરુદ્ધ એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.