- પોરબંદરમાં ભાજપના 70 જેટલા યુવા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
- નગરપાલિકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો કર્યો આક્ષેપ
પોરબંદર: રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પોતાનું કદ મોટું કરવા મથી રહ્યા છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભાજપના યુવા કાર્યકર્તાઓ સહિત 70 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તમામ કાર્યકર્તાઓને આવકાર્યા હતા.
પોરબંદર ભાજપના યુવા કાર્યકર્તા વિજય બપોદરા સહિત 70 કાર્યકર્તાઓ કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતા અને બોખીરા નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર અને પોરબંદર નગરપાલિકા દ્વારા સામાન્ય કાર્યો પણ થતા ન હોવાથી ભાજપમાં જોડાયા હોવાનું વિજયભાઈ સરમણભાઈ બપોદરાએ જણાવ્યું હતું.