- પોરબંદરની પાંચ અને ઓખાની એક બોટ મળી કુલ છ બોટનું અપહરણ કરાયું
- પાકિસ્તાનની જેલ માં હાલ 500 જેટલા માછીમારો સબડી રહ્યા છે
- અપહરણ કરાયેલી બોટ અંગે નેશનલ ફિશ ફોરમના સભ્ય મનીષ લોઢારીને મળ્યા મેસેજ
પોરબંદર: પાકિસ્તાન મરીનન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક IMBL પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની 6 બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની 5 અને ઓખાની 1 મળીને કુલ 6 બોટો અને 35 માછીમારોના બંદૂકના નાળચે અપહરણ કરી લેવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલી આ ગુજરાતની 6 ફીશીંગ બોટોને બંધક બનાવી કરાચી બંદર પર લઇ જવામાં આવતા કરાચીના માછીમારો દ્વારા પોરબંદરના માછીમાર અગ્રણી મનીષભાઇ લોઢારીને આ અંગે જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને માચ્છીમારોને પાકિસ્તાનથી છોડાવવા અપીલ કરી
10 દિવસમાં બોટ અપહરણ નો બીજો બનાવ
પાકિસ્તાન દ્વારા છેલ્લા 10 દિવસોમાં ગુજરાતના માછીમારોના અપહરણની આ બીજીઘટના ઘટી છે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા અપહરણ કરી પોતાના કબ્જામાં લેવાયેલ ભારતીય બોટની સંખ્યા 1100 જેટલી છે અને પાકિસ્તાન ની જેલમાં હાલ 500 જેટલા માછીમારો સબડી રહ્યા છે.