- નાણાપ્રધાને વિધાનસભામાં બજેટ રજૂ કર્યું
- માછીમારો માટે 50 હજાર કરોડની જાહેરાત
- બંદરોની સુવિધાઓના વિકાસ માટે કરાયેલી જાહેરાતને લઈ માછીમાર આગેવાને આપી પ્રતિક્રિયા
પોરબંદરઃ ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ રજુ કર્યું હતું. જેમાં ગુજરાતના બંદરોની સુવિધાઓના વિકાસ માટે 50 હજાર કરોડની જાહેરાત કરી છે, ત્યારે આ અંગે પોરબંદરના માછીમાર આગેવાન અશ્વિન જુંગીએ જણાવ્યું હતું કે, બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પરંતુ ઉપયોગ થતો નથી. સરકાર દ્વારા નવી એક પણ ફિશરીઝ કોલેજ બનાવવામાં આવી નથી.
બજેટમાં ફાળવવામાં આવેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવેઃ માછીમાર આગેવાન
વધુમાં જણાવ્યું કે, વર્ષોથી બંદર પર બોટ પાર્કિંગની વ્યવસ્થા અંગે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજું સુધી પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ફાયર સેફટી કે કોઈ બીજા પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. આમ બજેટ સાંભળવામાં સારું લાગે છે, પંરતુ તેમાં ફાળવવામાં આવેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જ સાર્થક ગણાશે.