ETV Bharat / state

પોરબંદર નગરપાલિકાની નોટિસને અવગણીને લાખોનો ટેક્સ ન ભરતા લોકોની 5 કોમર્શિયલ મિલકત સીલ - છાયા નગરપાલિકા

પોરબંદર અને છાયા નગરપાલિકાએ તમામ મિલકતધારકોને મિલકત વેરો ભરવા અંગે નોટિસ મોકલી હતી, પરંતુ આવી નોટિસને ખૂબ જ હલકામાં લેતા આ મિલકતધારકોએ ટેક્સ ન ભર્યો તે ન જ ભર્યો. આખરે 9 લાખનો ટેક્સ થઈ ગયો હોવાથી તંત્રએ 5 કોમર્શિયલ મિલકતને સીલ કરી દીધી હતી.

પોરબંદર નગરપાલિકાની નોટિસને અવગણીને લાખોનો ટેક્સ ન ભરતા લોકોની 5 કોમર્શિયલ મિલકત સીલ

author img

By

Published : Dec 23, 2020, 2:11 PM IST

  • વેરો ન ભરાતા પોરબંદર પાલિકાએ વધુ 5 કોમર્શિયલ મિલકત સીલ કરી
  • વારંવાર નોટિસ આપ્યા છતા વેરો ન ભરતા મિલકત સિલ કરાઈ
  • પાંચેય મિલકત ધારકોને રૂ. 9 લાખ 14 હજારનો વેરો હતો બાકી
    પોરબંદર નગરપાલિકાની નોટિસને અવગણીને લાખોનો ટેક્સ ન ભરતા લોકોની 5 કોમર્શિયલ મિલકત સીલ
    પોરબંદર નગરપાલિકાની નોટિસને અવગણીને લાખોનો ટેક્સ ન ભરતા લોકોની 5 કોમર્શિયલ મિલકત સીલ

પોરબંદરઃ લાંબા સમયથી કરવેરો ન ભરવામાં આવતા પાલિકા તંત્રએ વધુ 5 કોમર્શિયલ મિલકતધારકો સામે કાર્યવાહી કરી હતી. રૂ. 9.14 લાખનો મિલકત વેરો બાકી હોવાના કારણે તમામ મિલકતોને સીલ મારી દેવામાં આવ્યું છે. પોરબંદર અને છાયા નગરપાલિકા તંત્રે જે મિલકતધારકોએ મિલકત વેરો ન ભર્યો હોય તેને નોટિસો પાઠવી હતી અને તાત્કાલિક વેરો ભરી જવા જણાવ્યું હતું. આમ, છતાં લાંબા સમયથી કરવેરો ન ભરનાર મિલકતધારકો સામે પાલિકા તંત્રે લાલઆંખ કરી હતી. સીલ કરાયેલી તમામ મિલકતધારકોએ તંત્રને રૂ. 9.14 લાખનો ટેક્સ જ નથી ચૂકવ્યો. એટલે તેમની શાન ઠેકાણે લાવવા તંત્રએ તમામ કોમર્શિયલ મિલકત સીલ કરી દીધી છે. હાઉસ ટેક્સ વિભાગના અધિકારી સુરેશ શિયાળે જણાવ્યું કે, લાંબા સમયથી વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત આવનારા દિવસોમાં સીલ કરવામાં આવશે.

આ પાંચ મિલકત સીલ કરી દેવાઈ

  • સ્વસ્તિક ઈન્ડસ્ટ્રીઝ
  • ગણેશ જ્વેલરી હાઉસ લિ.
  • અજયગિરી અશોકગીરી મેઘનાથી (કબ્જેદાર રામજી દામોદર)
  • પાંજરાપોળ ટ્રસ્ટનું મકાન (કબ્જેદાર ચીમન દમા)
  • સલાટ જ્ઞાતિનું મકાન (ભડૂત હુસેનખા ઉમરખા શેરવાની)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.