પોરબંદર: પોરબંદર જિલ્લામાં મોટાપાયે કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ચકાસણી માટે જામનગર લેબમાં મોકલવામાં આવી રહ્યા છે શનિવારે અને રવિવારે એમ બંને દિવસ કોરોના પરીક્ષણમાં લેવાયેલા નમૂના પોઝિટિવ આવતા બે દિવસમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે .
શનિવારે કુતિયાણા તાલુકાના ગોકરણ ગામના બે યુવાનો કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની હતી.
જ્યારે રવિવારે 51 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 14 સેમ્પલ પોરબંદરની લેબોરેટરીમાં નેગેટિવ આવ્યા હતા અને 37 રિપોર્ટ જામનગર મોકલવામાં આવેલા જેમાંના 2 રિપોર્ટ શંકાસ્પદ હતા જે જામનગર લેબ દ્વારા પોઝિટિવ કન્ફર્મ થયા હતા.
જેમાં એક રાણાવાવમાં રહેતી 29 વર્ષની સગર્ભા રાજકોટથી આવેલા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. આ તમામ કુટુંબના સભ્યોને CCC ખાતે જ રાખવામાં આવ્યા હતા. જેમાંથી પ્રેગ્નન્સી ધરાવતી મહિલાનું સેમ્પલ જામનગર લેબ દ્વારા કોરોના પોઝિટિવ હોવાનું કન્ફર્મ કરાયુ છે.
આ ઉપરાંત પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા અને કલર કામનો વ્યવસાય કરતા 40 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ 18 જૂનના રોજ ખાનગી બસ માં રાજકોટ ગયેલો અને 2 દિવસ બાદ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. કડિયા પ્લોટ આસપાસના વિસ્તારને 25 જુલાઈ સુધી કંટેન્મેંટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 40 વર્ષીય ભાવિન દોલતરાય સનાતરા નામના દર્દીએ આઈસોલેશન વોર્ડમાં 10 દિવસની સઘન સારવાર બાદ કોરોના ને માત આપી હતી.