ETV Bharat / state

પોરબંદરમાં 4 કોરોના પોઝિટિવ કેસની સાથે 1નું મોત, 20 રિપોર્ટ પેન્ડિંગ - Porbandar Corona patients

પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત રહેતા રવિવારે 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.

પોરબંદર જિલ્લામાં રવિવારે 4 કોરોના પોઝિટિવ તેમજ 1નું મોત જ્યારે 20 રિપોર્ટ પેન્ડિંગ

author img

By

Published : Jul 26, 2020, 10:20 PM IST

પોરબંદર: રવિવારે કોરોના પરીક્ષણ માટે 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 34 સેમ્પલ પોરબંદરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ માંથી 26 નેગેટિવ ચાર પોઝિટિવ અને ચાર શંકાસ્પદ સેમ્પલના પેન્ડિંગ રિપોર્ટ છે.

ઉપરાંત 58 સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા હતા જેમાંથી 35 નેગેટિવ નીકળ્યા છે. 3 રિજેક્ટ થયા છે અને 20 રિપોર્ટનું રીઝલ્ટ પેન્ડિંગ છે.

આ સાથે જ રવિવારે જિલ્લામાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1નું મોત થયું છે.

ચકલા સાવલિયા શેરી પાસે રહેતા 58 વર્ષીય પુરુષ , 39 વર્ષના મહમદપુર બિહારના રહેવાસી એક પુરુષ, તથા 55 વર્ષીય મહિલા જે કે કે નગર બોખીરા પાસે રહે છે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદરના મઢુલી શેરી નંબર 1 વાડી પ્લોટમાં રહેતા 73 વર્ષના મહિલા ધીરજબેન નરેન્દ્રભાઈ લાલચેતાનું મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.