ETV Bharat / state

'યાત્રી કૃપિયા ધ્યાન દે': પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં આવતીકાલથી વધારાના 4 કોચ ઉમેરાશે

પોરબંદર-દાદર સ્ટેશન સુધી નિયમિત દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે વધારાના 4 કોચ લગાવવામાં આવશે. આ ટ્રેનમાં કાયમી ભીડ અને વેઈટિંગ રહેતું હોવાના કારણે મુસાફરોની ચિંતા કરતા રેલવે તંત્રએ તેમને આરામદાયક રેલવે સુવિધા આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોએ ખુબ રાહત અનુભવી છે.

પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં આવતીકાલથી વધારાના 4 કોચ ઉમેરાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 6:48 AM IST

પોરબંદર: મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના 04 કોચ કાયમી ધોરણે લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે,

આવતીકાલથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં વધશે 4 કોચ: ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદર સ્ટેશનથી આવતીકાલથી એટલે કે, 01 ડિસેમ્બર 2023થી અને દાદર સ્ટેશનથી 03 ડિસેમ્બર 2023થી વધારાના 4 કોચ લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી છે.

મુસાફરોને મળશે મોટી રાહત: મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરોજ્જ પોરબંદર થી દાદર અને દાદરથી પોરબંદર વચ્ચે નિયમિત દોડે છે. પોરબંદર રેલવે સ્ટેશનથી રાતે 11 કલાકે ઉપડતી આ ટ્રેનમાં હંમેશા મુસાફરોની ભીડ રહે છે. જામનગર અને રાજકોટ પહોંચતા સુધીમાં તો આ ટ્રેનમાં ખુબ ભીડ વધી જાય છે, કાયમી ભીડ અને વેઈટિંગ હોવાના કારણે રેલવે સત્તાધીશોએ મુસાફરોની ચિંતા કરતા અને તેમને આરામદાયક રેલવે સુવિધા આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોએ ખુબ રાહત અનુભવી છે.

  1. પોરબંદરનું નામ બદલી સુદામાપુરી કરવા માગ ઉઠી
  2. ભારતમાં સૌપ્રથમવાર સિઝનના પાંચ માસ પહેલા પોરબંદરમાં કેસર કેરીની આવક, કયા ભાવે વેચાઇ જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.