પોરબંદર: પાકિસ્તાન જેલમાં બંધક 200થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. બીજા તબક્કામાં 200 માછીમારો આજે જેલમુક્ત થયા છે. તમામ ભારતીય માછીમારો શુક્રવારે વાઘા બોર્ડર પહોંચશે. અવારનવાર ભારતીય જળસીમાં પરથી ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોય છે અને પાકિસ્તાનની જેલમાં કેદ રાખવામાં આવતો હોય છે. માછીમારોના પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.
માછીમારોનું અપહરણ: પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 274 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ઇન્ડિયા પીસ ફોરમ સંસ્થા દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ પ્રથમ તબક્કે 12 મેના રોજ પોરબંદરના પાંચ સાહિત્ય 198 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે વધુ 200 માછીમારોને મુક્ત કરાયા છે. આ માછીમારો આજે વાઘા બોર્ડર પહોંચ્યા છે ત્યારે માછીમારો આવતીકાલે પરિવારની સાથે વર્ષો બાદ મળશે.
'મોટા ભાગના માછીમારો ઉના, ગીર સોમનાથ, વલસાડ સહિત પોરબંદર વિસ્તારના છે. અનેકવાર રજૂઆત બાદ માછી મારોની મુક્તિના સમાચાર મળતા માછીમારોના પરિવારમાં હરખના આંસુ છલકાયા છે. હજુ પાકિસ્તાનની જેલમાંથી 232 ખલાસીઓ છે તેમાંથી 100 માછીમારોને ત્રીજા તબક્કામાં 14 જુલાઈના રોજ મુક્ત કરવામાં આવશે. પાકિસ્તાન સરકારના આસરા અન્ય પગલાથી પાકિસ્તાન તથા ભારત સરકારનો આગેવાનોએ આભાર માન્યો હતો.' -જીવનભાઈ ઝુંગી, માછીમાર આગેવાન
પરિવારજનો મુશ્કેલીમાં: પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા અપહરણ કરાયેલ ભારતીય માછીમારોને પોતાને તો મુશ્કેલી વેચવી પડે છે પરંતુ તેનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાય છે. ઘરમાં કમાણી કરી લાવનાર મુખ્ય ઘરનો સભ્ય જ પાકિસ્તાનની જેલમાં હોય તો ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ પડે છે અને બાળકોની પરિસ્થિતિ પણ દયનીય બની જાય છે.
પાકિસ્તાનની જેલમાં હજુ 284 માછીમારો કેદ: 200 માછીમારો મુક્ત કરાયા બાદ પાકિસ્તાનની જેલમાં હજુ 284 માછીમારો કેદ છે. આવનાર જુલાઈ માસમાં 100 માછીમારો મુક્ત કરવામાં આવશે આથી 184 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ રહેશે તેઓને પણ મુક્ત કરવા તથા પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ જપ્ત કરેલ 1188 જેટલી બોટ પણ પાકિસ્તાનમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માછીમાર સમાજના આગેવાન જીવનભાઈ જુંગીએ સરકારને રજૂઆત કરી છે.