પોરબંદરઃ કોરોના મહામારી સામે તકેદારીના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર હસ્તક કાર્યરત મહિલા શક્તિ કેન્દ્રના બહેનો દ્વારા રૂપિયા 2 હજારના સ્વખર્ચે 200 જેટલા માસ્કનું વિતરણ કરાયુું છે.
આ માસ્ક સખી મંડળની બહેનો પાસેથી ખરીદી કરીને વિવિધ કચેરીઓમાં તથા ગંગા સ્વરૂપા યોજના હેઠળ પેન્શન મેળવવા પોસ્ટ ઓફિસ પર આવતા બહેનોને આપવામાં આવ્યા હતા.
આ સંદર્ભે મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબહેન સાવંતે કહ્યુ કે, જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા ખાસ કરીને પોસ્ટ ઓફિસ પર ગંગા સ્વરૂપા યોજના હેઠળ પેન્શન લેવા આવતા બહેનો કોરોના વાઇરસ સામે તકેદારી રાખી શકે તે હેતુથી વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાયુ હતું. આમ ,સખી મંડળની બહેનોને રોજગારી પણ મળી અને પેન્શન મેળવવા આવતા બહેનોને માસ્ક વિતરણ કરાયું છે.