- પોરબંદરના 350 વિદ્યાર્થીઓએ હરોળમા ગોઠવાઇને લખ્યુ “VOTE”
- સ્ટેટ વૉટર અવેરનેસ અંતર્ગત યોજાયો પ્રોગ્રામ
- લોકશાહીના મહાપર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય તેવો હેતુ
પોરબંદર: સ્ટેટ વોટર અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદરના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસરના સંકલનમાં જિલ્લાની ટીમ દ્વારા જુદા-જુદા સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર સ્થિત સાંદિપની ગુરૂકુળ, G.M.C. સ્કુલ તથા સેન્ટ મેરી સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તેઓના પરિવારજનો તથા અન્ય નાગરિકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે અંદાજે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ સામાજિક અંતર સાથે લાઇનમાં ગોઠવાઇને 'VOTE' શબ્દ લખીને મતદાન જાગૃતિની પ્રેરણા પુરી પાડી હતી.
લોકશાહીના મહાપર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય તેવો હેતુ
આ તકે વોટર અવેરનેસ ટીમ દ્વારા, વિદ્યાર્થી દ્વારા, કુંટુંબીજનો તથા આમ શહેરીજનો અને ગ્રામજનોમાં મતદાન જાગૃતિ આવે તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરીને આ લોકશાહીના મહાપર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય તે માટે ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.