- પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીમાં સર્જાયો અકસ્માત
- નિરમા યુનિવર્સિટી સંચાલિત ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2ના મોત થયા
- પોલીસે મૃતક એન્જિનિયર સહિત 6 લોકો સામે બેદરકારીની નોંધી ફરિયાદ
- પ્રોડક્શન એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, સેફ્ટી વિભાગના હેડ સહિતના લોકો સામે નોંધાયો ગુનો
- કમલાબાગ પોલીસે 2 આરોપીની અટકાયત પૂછપરછ કરી
પોરબંદરઃ જિલ્લામાં ગઈકાલે (10 ઓક્ટોબર) સવારે 10.30 વાગ્યાથી 11 વાગ્યા સુધી નિરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સમગ્ર ઘટના બેદરકારીના કારણે થઈ હોવાના આક્ષેપ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રોડક્શન એન્જિનિયર, મેકેનિકલ એન્જિનિયર, સેફ્ટી વિભાગના હેડ, મૃતક એન્જિનિયર સહિત 6 લોકો સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.
2 આરોપીની અટકાયત કરવામાં આવી
આ અંગે મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં આવેલી નિરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીમાં ગઈકાલે (13 ઓક્ટોબરે) મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં એન્જિનિયર હિરેન પ્રભુદાસ અગ્રાવત તથા કર્મચારી પ્રતાપ ઓડેદરાનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બેદરકારીના કારણે થયો હોવાનું બહાર આવ્યું છે અને 6 લોકો વિરૂદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પ્રોડક્શન એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, પ્રોડક્શન વિભાગના હેડ, સેફ્ટી વિભાગના હેડ વગેરે પર કલમ 304 મુજબ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને 5 આરોપીમાં એક મૃતક એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે. જ્યારે સિટી ડીવાયએસપી જુલી કોઠીયાએ જણાવ્યું હતું કે, 2 આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો- ખેડાના કપડવંજ પાસે કાર અને ટ્રક એકસાથે ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત, એક ઈજાગ્રસ્ત
આ પણ વાંચો- આ તે કેવી બેદરકારી: મેઘરજ બસ ડેપોમાંથી માનસિક અસંતુલિત વ્યક્તિ બસ લઇને ફરાર