ETV Bharat / state

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 17 વર્ષિય સગીરાનું વિનામૂલ્યે ઓપરેશન કરાયું - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુછડી ગામ

પોરબંદરના કુછડી ગામમાં રહેતા શ્રમયોગી બાલુભાઇ પરમારની ૧૭ વર્ષની પુત્રી સુમરીબેનના જન્મજાત ચીરાયેલા હોઠ (ક્લેફ્ટ લીપ) ખને ચીરાયેલા તાળવા (ક્લેફ્ટ પેલેટ)નું સરકારની RBSK યોજના હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન થતા બાલુભાઇ પરમારે રાજ્ય સરકારનો તથા RBSKની ડોકટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
author img

By

Published : Feb 25, 2020, 11:43 PM IST

પોરબંદરઃ કુછડી ગામમા વાડી વિસ્તારમાં ઝૂંપડું બાંધીને પરિવાર સાથે રહેતા અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા શ્રમજીવી બાલુભાઇ અને જીવીબેન ખુશ ખુશાલ છે, કારણ કે તેઓની ૧૭ વર્ષિય પુત્રી સુમરીના જન્મજાત ચીરાયેલા હોઠ અને ચીરાયેલ તાળવાનું વિનામૂલ્યે ઓપરેશન કરવામા આવ્યું છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)નો હેતુ ૦ થી ૧૮ વર્ષ સુધીના જન્મજાત શારીરિક ખોટખાપણ ધરાવતા બાળકોની તકલીફ દૂર કરી સામાન્ય બાળકની જેમ હસતા કરવાનો ઉદેશ્ય છે. રાજ્યમાં જન્મતા શારીરિક ખોટખાપણયુક્ત બાળકોને સામાન્ય બાળક બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંવેદનશીલ બનીને કાર્ય કરી રહ્યા છે. દેશમાં જન્મેલું બાળક સશક્ત અને સ્વસ્થ રહે તે માટે સરકાર ખાસ તકેદારી રાખે છે. ખામીયુક્ત જન્મતા બાળકોને યોગ્ય સારવાર મળે તે માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે.

જીવી બહેન કહે છે કે, મારી પુત્રીનો ૧૭ વર્ષ પહેલા જન્મ થયો, ત્યારે તેને ખોટખાપણ હોવાનું તબીબ પાસેથી સાંભળતા જ અમારા આનંદ ઉત્સાહ છીનવાઇ ગયા હતા.અમે ચિંતાતુર થઇ ગયા, એક તરફ પુત્રી જન્મની ખુશી તો બીજી તરફ તેના ભવિષ્યની ચિંતા અમને બન્નેને કોરીખાય છે. એક તરફ પૈસાનો અભાવ તો બીજી તરફ દિકરીના શરીરમાં લોહીના ટકા ઓછા હોવાથી ઓપરેશન થઇ શક્યુ નહી, ઉંમરની સાથે પુત્રી સુમરીની શારીરિક ખોટના લીધે જમવામાં અને બોલવામાં તકલીફ વધતી ગઇ પણ એક દિવસ RBSK પોરબંદરની મેડીકલ ટીમ અમારે ત્યાં આવી અને પુત્રીના બે ઓપરેશન કરવામા સંપુર્ણ સહયોગ આપ્યો.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત (RBSK) કામ કરતા ડો.જીજ્ઞેશભાઇ કિશોર તથા ડો. મનાલીબેન ભટ્ટે કહ્યુ કે, ૦ થી ૧૮ વર્ષના શાળાએ ન જતા બાળકોની ઘર મુલાકાત દરમિયાન સુમરીનો કેસ ધ્યાનમાં આવ્યો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ પુત્રીનું ઓપરેશન કરાવવા સુમરીના વાલીઓને સમજાવ્યા કે, આ માટે તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. RBSK નો મુખ્ય ઉદેશ્ય જ જન્મજાત ખોટ ખાંપણ ધરાવતા બાળકની ખોટ દૂર કરી તેમને સામાન્ય બાળકની જેમ હસતો કરવાનો છે. આ કાર્યક્રમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપુર્ણ સંવેદનશીલ છે. દેશમાં જન્મેલુ બાળક સશક્ત સ્વસ્થય રહે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિનામુલ્યે તમામ સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ રાજકોટ ખાતે સુમરીનુ પ્રથમ હોઠનુ અને ત્યાર બાદ તાળવાનુ સફળ ઓપરેશન કરાતા આજે પરમાર પરિવાર ખુશખુશાલ છે. ડો. જીજ્ઞેશભાઇ અને મનાલીબેને કહ્યુ કે, આ ઓપરેશન જો ખાનગી હોસ્પીટલમા કરવામાં આવે તો રૂ.એક લાખથી પણ વધુનો ખર્ચ થઇ શકે જે સામાન્ય પરિવાર માટે સંભવ નથી. પણ સરકારની યોજના હેઠળ આ ઓપરેશન વિનામૂલ્યે કરવામા આવ્યુ હતુ.

હર્ષની લાગણી અનુભવીને સરકાર અને ડોકટર ટીમનો આભાર વ્યક્ત કરતા બાલુભાઇ અને જીવીબહેને કહ્યુ કે, સરકારનો આર્થિક સહયોગ મળ્યો ન હોત તો મારી પુત્રીનું ઓપરેશન કરાવવુ મુશ્કેલ થઇ જાત, પણ સમયસર સહયોગ આપવા બદલ આભાર.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.