ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : પોરબંદર નગરપાલિકામાં 155, જિલ્લા પંચાયતમાં 42 અને તાલુકા પંચાયતમાં 143 ફોર્મ ભરાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર જિલ્લા પંચાયતના 18 વૉર્ડમાં 42 ફોર્મ ભરાયા છે. જ્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં 13 વૉર્ડમાં 155 ફોર્મ ભરાયા છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાએ આ અંગે માહિતી આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021
author img

By

Published : Feb 15, 2021, 7:15 PM IST

  • પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અંતિમ દિવસે ઉમેદવારોએ ફોર્મ ભર્યા
  • નગરપાલિકામાં 155 જિલ્લા પંચાયતમાં 42 અને તાલુકા પંચાયતમાં 143 ફોર્મ ભરાયા
  • 280 બૂથ પર 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન

પોરબંદર : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લા પંચાયતના 18 વૉર્ડમાં 42 ફોર્મ ભરાયા છે. જ્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં 13 વૉર્ડમાં 155 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો પર 56 ફોર્મ ભરાયા છે. આ સાથે રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 બેઠક પર 45 ફોર્મ ભરાયા છે. કુતિયાણા તાલુકા પંચાયતની 4 બેઠક પર 42 ફોર્મ ભરાયા છે. આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં અઢી લાખ જેટલા મતદારો મતદાન કરશે, તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

પોરબંદર નગરપાલિકામાં 155, જિલ્લા પંચાયતમાં 42 અને તાલુકા પંચાયતમાં 143 ફોર્મ ભરાયા

ફોર્મ ભરવા આવતા તમામ ઉમેદવારો અને ટેકેદારો માટે કોવિડનું ગાઈડલાઈનનું પાલન કરાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત તારીખ 8 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની નોમિનેશનની પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર 15 ફેબ્રુઆરીના રોજ સ્ક્રુટીની થશે અને 16 ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. આમ 16 તારીખે જ હરીફ ઉમેદવારોનો ખ્યાલ આવશે, તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો માટે સેનિટાઇઝર અને સ્ક્રિનિંગની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુ ટોળું એકત્રિત ન થાય તે માટે ઉમેદવાર અને તેના ટેકેદાર એમ બે જ વ્યક્તિને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવામાં આવતું હતું. આગામી સમયમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવા અધિકારી એ જણાવ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.