પાટણ: હારીજની મેઈન બજારમાં અંગત અદાવતને પગલે ઘનશ્યામભાઈ ચુનીલાલ દરજી નામના યુવાન પર 4 યુવાનોએ ગાડીમાં ધસી આવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમજ લોખંડની પાઇપો વડે ઘનશ્યામભાઈ પર પ્રહારો કરતાં તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમને માર મારતા તેઓે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ બનાવને લઇ ઘનશ્યામભાઈનાં સગાઓ તથા અન્ય લોકો દોડી આવતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. ગંભીર રીતે ઘાયલ બનેલા ઘનશ્યામભાઈ દરજીને પ્રથમ હારીજ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમણે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.