● હારીજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ બની છે સ્યૂસાઇડ પોઈન્ટ
● સોમવારે વધું એક યુગલે લગાવી મોતની છલાંગ
● પોલિસે બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરી
પાટણઃ હારીજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ છેલ્લા કેટલાક સમયથી યુગલો માટે સ્યૂસાઇડ પોઇન્ટ બની છે. જિંદગીથી હતાશ બનેલાઓ અવાર નવાર આ કેનાલમાં ઝંપલાવે છે. ત્યારે સોમવારે આ કેનાલના પાણી ઉપર યુવક અને યુવતીનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેની જાણ થતાં ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી તરવૈયાઓની મદદથી બંને મૃતદેહનેે બહાર કાઢવામાં આવ્યા હતા. જેઓની ઓળખ વિધિ કરતા યુવાનનું નામ મેહુલ સોમાજી ઠાકોર અને યુવતી પાયલબેન ઠાકોર થરોડની હોવાનું સામે આવ્યું હતું.
20 દિવસમાં બની બીજી ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નહેરમાં 20 દિવસમાં બીજા યુગલે આત્મહત્યા કરી છે.